શરાબની ૮૫ બોટલ અને પાંચ લીટર દેશી દારૂ મળી, રૂ.૪૧ ૮૦૦નો મુદ્દામાલ કબ્જે: બુટલેગરની શોધ ખોળ
Jetpur,તા.01
જેતપુર તાલુકાના આરબ ટીબડી ગામે મકાનમાંથી વિદેશી દારૂની ૮૫ બોટલ અને બે લિટર દેશી દારૂ મળી, રૂ.૪૧.૮૦૦નો મુદ્દામાલ જેતપુર તાલુકા પોલીસની ટીમે કબ્જે કર્યો છે.પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, જેતપુર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, ટીબડી ગામે રહેતો સુમિત પ્રકાશભાઈ પારઘી નામના શખ્સે તેના મકાનમાં વિદેશી અને દેશી દારૂનો જથ્થો છુપાવ્યો છે.જેતપુર તાલુકા પોલીસે આરબ ટીબડી ગામે મકાનમાં દરોડો પાડી શરાબની ૮૫ બોટલ અને બે લીટર દેશી દારૂ મળી, રૂ.૪૧ ૮૦૦નો મુદ્દા માલ કબ્જે કર્યો છે. દરોડા દરમિયાન બુટલેગર સુમિત પ્રકાશભાઈ પારઘી હાજર ન મળતા, તેના વિરુદ્ધ પ્રોહીબીશનગુનો નોંધી તેની શોધ ખોળ હાથ ધરી છે. આ દરોડાની કામગીરી એ.એસ.આઇ ભુરાભાઈ માલીવાડ, હેડ કોસ્ટેબલ મનેશભાઈ જોગરાડીયા, એ આર ગંભીર અને કોન્સ્ટેબલ પ્રદ્યુમનસિંહ વાઘેલા સહિતના સ્ટાફે બજાવી હતી.