Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    રાજયવાઇઝ જે રીતે મોંઘવારી છે તેના આધારે Consumer Price Index જાહેર કરવામાં આવશે

    July 3, 2025

    દિવ્યાંગતા પેન્શન એ અધિકાર,આવકના પુરાવાની જરૂર નથી: High Court

    July 3, 2025

    Five-Star Hotel માં સગીર વિદ્યાર્થી પર જાતીય શોષણ કરવાના આરોપ શિક્ષિકાની ધરપકડ

    July 3, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • રાજયવાઇઝ જે રીતે મોંઘવારી છે તેના આધારે Consumer Price Index જાહેર કરવામાં આવશે
    • દિવ્યાંગતા પેન્શન એ અધિકાર,આવકના પુરાવાની જરૂર નથી: High Court
    • Five-Star Hotel માં સગીર વિદ્યાર્થી પર જાતીય શોષણ કરવાના આરોપ શિક્ષિકાની ધરપકડ
    • રામ તેરી ગંગા મૈલી ફેમ Mandakiniના પિતા જોસેફનું નિધન
    • નાના-લઘુઉદ્યોગોને બેંક લોન પ્રિ-પેમેન્ટ ચાર્જમાંથી મુક્તિ આપતી RBI
    • આઇપીએલ વન્ડર Vaibhav Suryavanshi ઇંગ્લેન્ડમાં પણ ચમકયો
    • બર્મિંગહામ ટેસ્ટનો પહેલા દિવસે ભારત માટે ’શુભ’મન રહ્યો, સ્કોર 310/5
    • Bangladesh 5 રનમાં સાત વિકેટ ગુમાવી, શ્રીલંકાએ પહેલી મેચ 77 રનથી જીતી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, July 3
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»બે દિવસમાં 8 રાજ્યોમાં પ્રદેશ પ્રમુખ નિયુક્ત કરતું BJP : ગુજરાત – યુપી હજુ રાહમાં
    રાષ્ટ્રીય

    બે દિવસમાં 8 રાજ્યોમાં પ્રદેશ પ્રમુખ નિયુક્ત કરતું BJP : ગુજરાત – યુપી હજુ રાહમાં

    Vikram RavalBy Vikram RavalJuly 2, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi તા. 2
    લાંબા સમયથી અટકી રહેલી ભાજપની સંગઠન પ્રક્રિયાને અચાનક જ ફાઇનલ ગીયરમાં નાખતા પક્ષે રાષ્ટ્રીય પ્રમુખ તરીકેની વરણી માટે રાજ્યના પ્રદેશ પ્રમુખોની નિયુકિત ઝડપી બનાવી છે અને ગઇકાલે જ પૂરા એક દિવસમાં ભાજપે છ રાજયોમાં નવા પ્રદેશ પ્રમુખ નીમીને હવે આગામી એક-બે દિવસમાં વધુ બેથી ત્રણ રાજયોમાં પણ નવા પ્રદેશ પ્રમુખ મળે તેવા સંકેત છે.

    જોકે હજુ જ્યાં સૌથી વધુ પેચ ફસાયેલો છે તેવા ઉત્તરપ્રદેશ, ગુજરાત અને કર્ણાટક જેવા રાજયોમાં ભાજપે નવા પ્રદેશ પ્રમુખની નિયુકિત અંગે કોઇ સંકેત આપ્યો નથી. રાષ્ટ્રીય પ્રમુખની નિયુકિત માટે ભાજપના અર્ધાથી વધુ એટલે કે ઓછામાં ઓછા 19 રાજયોમાં નવું સંગઠન હોય તે જરૂરી છે. પક્ષની માન્યતા પ્રાપ્ત 37 રાજય એકમો છે અને તેમાંથી પક્ષ આગામી એક-બે દિવસમાં 26 રાજયોમાં પ્રદેશ પ્રમુખ નિયુકત થઇ જશે.

    આ માસના મધ્યમાં જ નવા રાષ્ટ્રીય પ્રમુખ પણ ભાજપને મળી જશે તેવા સંકેત છે. ગઇકાલે જ ભાજપે હિમાચલ પ્રદેશમાં રાજીવ બીંદલને ફરી એકવખત પ્રદેશ પ્રમુખની જવાબદારી આપી છે જયારે મહારાષ્ટ્રમાં હાલ કાર્યકારી પ્રદેશ પ્રમુખ તરીકે ફરજ બજાવી રહેલા રવિન્દ્ર ચવ્હાણને હવે ફુલટાઇમ આ જવાબદારી સોંપવામાં આવી છે.

    ઉતરાખંડમાં પ્રદેશ પ્રમુખ મહેન્દ્ર ભટ્ટને વધુ એક ટર્મ આપવામાં આવી છે. જયારે આંધપ્રદેશમાં ઓબીસી સમુદાયના પી.વી.એન. માધવને પ્રદેશ પ્રમુખ બનાવતા જ તેની સામે પક્ષના સીનીયર હિન્દુવાદી નેતા એન.રાજા રેડ્ડીએ પક્ષમાં રાજીનામુ આપી દીધુ છે. તો મધ્યપ્રદેશમાં ભાજપે હેમંત ખંડેલવાલને પ્રદેશ પ્રમુખ બનાવ્યા છે. તેલંગણામાં રામચંદ્ર રાવનો વિરોધ વધતો જાય છે.

    આમ બે દિવસમાં જ 9 જેટલા પ્રદેશ પ્રમુખો ભાજપે નીમી દીધા છે. પરંતુ હજુ સુધી ગુજરાતમાં પક્ષ દ્વારા કયારે નવા પ્રમુખ આવે તે અંગે કોઇ સંકેત અપાયા નથી. સુત્રોના જણાવ્યા મુજબ હવે આ સપ્તાહના અંતે અથવા તો આગામી સપ્તાહમાં પ્રદેશ નિરીક્ષક તરીકે અને ચૂંટણી અધિકારીની જવાબદારી બજાવનાર કેન્દ્રીય મંત્રી ભુપેન્દ્ર યાદવ ગુજરાત આવી શકે છે.

    તેઓ મેન્ડેટ લઇને જ આવશે અને ફકત એક જ દિવસમાં નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત થઇ જાય તેવી ધારણા છે. સુત્રોના જણાવ્યા મુજબ નવા રાષ્ટ્રીય પ્રમુખ માટે હવે ભાજપ ઉત્તરપ્રદેશમાં નિયુકિત કરે છે કે તેના પર નજર છે. 80 બેઠકો ધરાવતું આ રાજય રાજકીય દ્રષ્ટિએ અત્યંત મહત્વનું છે પરંતુ અહીં જે રીતે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો દબદબો છે તે જોતા ભાજપ માટે પ્રદેશ પ્રમુખ પસંદગી એ સૌથી મહત્વનું બની જશે.

    સુત્રોના જણાવ્યા મુજબ વડાપ્રધાન હાલ વિદેશ પ્રવાસે છે અને તેથી યુપીને હાલ એક બાજુ મુકીને ભાજપ નવા રાષ્ટ્રીય પ્રમુખ ચૂંટી કાઢે તેવી પણ શકયતા નકારાતી નથી. ગુજરાતમાં પણ સી.આર.પાટીલ એકસટેન્શન પર છે.

    તેઓ કેન્દ્રીય મંત્રી પણ બન્યા છે જેના કારણે તેમના માટે પ્રદેશની જવાબદારીએ હવે અન્યને સોંપવાની તૈયારી છે. તેઓએ પણ અનેક વખત થોડા દિવસના માટે જ હવે પ્રદેશ પ્રમુખ તરીકેની કામગીરી કરી રહ્યા છે તેવું જણાવ્યું હતું.

    કયાં કયાં નવા પ્રદેશ પ્રમુખ નિમાયા
    ♦ મહારાષ્ટ્ર : રવિન્દ્ર ચૌહાણ (કાર્યકારી પ્રમુખ હતા)
    ♦ ઉત્તરાખંડ : મહેન્દ્ર ભટ્ટ (બીજી ટર્મ)
    ♦ હિમાચલપ્રદેશ : રાજીવ બિંદલ (વધુ એક ટર્મ)
    ♦ પોંડુચેરી : વી.પી.રામલીંગમ
    ♦ મિઝોરમ : કે.બેચહુઆ
    ♦ આંધપ્રદેશ : પી.વી.એન.રાવ
    ♦ મધ્યપ્રદેશ : હેમંત ખંડેલવાલ
    ♦ તેલંગણા : રામચંદ્ર રાવ

    8 states BJP to appoint state presidents Two-days
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    રાજયવાઇઝ જે રીતે મોંઘવારી છે તેના આધારે Consumer Price Index જાહેર કરવામાં આવશે

    July 3, 2025
    અન્ય રાજ્યો

    દિવ્યાંગતા પેન્શન એ અધિકાર,આવકના પુરાવાની જરૂર નથી: High Court

    July 3, 2025
    રાષ્ટ્રીય

    નાના-લઘુઉદ્યોગોને બેંક લોન પ્રિ-પેમેન્ટ ચાર્જમાંથી મુક્તિ આપતી RBI

    July 3, 2025
    રાષ્ટ્રીય

    Rekha Gupta સરકાર સારી કામગીરી કરી રહી છેઃ ગજેન્દ્ર સિંહ શેખાવત

    July 2, 2025
    રાષ્ટ્રીય

    Supreme Courtના કર્મચારીઓની ભરતીમાં અનામતઃ એસસી એસટી પછી હવે ઓબીસી ક્વોટા માટેની તૈયારી શરૂ

    July 2, 2025
    ગુજરાત

    દરરોજ ઉપયોગમાં લેવાતી plastic bottle નો વપરાશ હવે બંધ થશે

    July 2, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    રાજયવાઇઝ જે રીતે મોંઘવારી છે તેના આધારે Consumer Price Index જાહેર કરવામાં આવશે

    July 3, 2025

    દિવ્યાંગતા પેન્શન એ અધિકાર,આવકના પુરાવાની જરૂર નથી: High Court

    July 3, 2025

    Five-Star Hotel માં સગીર વિદ્યાર્થી પર જાતીય શોષણ કરવાના આરોપ શિક્ષિકાની ધરપકડ

    July 3, 2025

    રામ તેરી ગંગા મૈલી ફેમ Mandakiniના પિતા જોસેફનું નિધન

    July 3, 2025

    નાના-લઘુઉદ્યોગોને બેંક લોન પ્રિ-પેમેન્ટ ચાર્જમાંથી મુક્તિ આપતી RBI

    July 3, 2025

    આઇપીએલ વન્ડર Vaibhav Suryavanshi ઇંગ્લેન્ડમાં પણ ચમકયો

    July 3, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    રાજયવાઇઝ જે રીતે મોંઘવારી છે તેના આધારે Consumer Price Index જાહેર કરવામાં આવશે

    July 3, 2025

    દિવ્યાંગતા પેન્શન એ અધિકાર,આવકના પુરાવાની જરૂર નથી: High Court

    July 3, 2025

    Five-Star Hotel માં સગીર વિદ્યાર્થી પર જાતીય શોષણ કરવાના આરોપ શિક્ષિકાની ધરપકડ

    July 3, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.