New Delhi તા.2
ક્વાડ દેશોના વિદેશ મંત્રીઓએ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની કડક નિંદા કરી છે, જેમાં 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા. અમેરિકા, ભારત, જાપાન અને ઓસ્ટ્રેલિયાએ તેમના નિવેદનમાં જણાવ્યું કે હુમલાના ગુનેગારોને સજા મળવી જોઈએ.
મંગળવારે વિદેશ મંત્રીઓની બેઠક બાદ ક્વાડ દ્વારા સંયુક્ત નિવેદન જારી કરવામાં આવ્યું હતું. તેમાં ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર, યુએસ સ્ટેટ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો, ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી પેની વોંગ અને જાપાનના વિદેશ મંત્રી તાકેશી ઇવાયા હાજર રહ્યા હતા.
ક્વાડે ભારત-પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા પર ભાર મૂક્યો અને પૂર્વ અને દક્ષિણ ચીન સમુદ્રમાં તણાવ પર ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે આ વિસ્તારોમાં તણાવ અને અસ્થિરતા આ ક્ષેત્ર માટે ખતરો છે.
અમેરિકા, ભારત, જાપાન અને ઓસ્ટ્રેલિયાએ નિવેદનમાં જણાવ્યું કે આ હુમલાના ગુનેગારો, તેની પાછળના કાવતરાખોરો અને તેને ભંડોળ પૂરું પાડનારાઓને કોઈપણ કિંમતે સજા મળવી જોઈએ.