Mumbai,તા.2
બોમ્બે હાઈકોર્ટે એક મહત્વનો ચુકાદો આપતા કહ્યું હતું કે ‘આઈ લવ યુ’ કહેવુ માત્ર ભાવનાઓની અભિવ્યકિત છે તે કામુક ઈરાદા (સેકસ્યુઅલ ઈન્ટેન્ટ)ની બરાબર નથી. કોર્ટે આ ટિપ્પણી કથિત છેડતીનાં કેસમાં દોષિત શખ્સને છોડી મુકતા કરી હતી.
જસ્ટીસ ઉર્મિલા જોષી ફાલ્કેએ નિર્ણયમાં જણાવ્યું હતું કે કોઈપણ સેકસ્યુઅલ એકટમાં અનુચિત સ્પર્શ, જબરજસ્તીથી કપડા ઉતારવા, અભદ્ર ઈશારા કે મહિલાની ગરિમાનો અનાદર કરવાની ટિપ્પણી સામેલ છે.
હાલના મામલામાં એવા કોઈ પુરાવા નથી જે શખ્સની હરકતને સેકસ્યુઅલ એકટમાં દર્શાવે. ફરિયાદ મુજબ આ શબ્દો સ્કુલેથી પાછી ફરતી છોકરીને રોકી હતી તેનો હાથ પકડયો હતો. નામ પૂછયુ હતું અને તેને આઈ લવ યુ કહ્યું હતું. છોકરી ઘેર ગઈ હતી અને આ બારામાં પિતાને વાત કરી હતી. બાદમાં એફઆઈઆર નોંધાવી હતી.
નાગપુરની કોર્ટે આરોપીને પોકસો કાનુનની જોગવાઈઓમાં દોષિત ઠેરવી 3 વર્ષની કેદની સજા ફટકારી હતી. જેની સામે આરોપીએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી. હાઈકોર્ટે નીચલી અદાલતનો આદેશ રદ કરી નાખ્યો હતો.કોર્ટે કહ્યું હતું કે વિધાનસભાએ નિર્ધારીત કર્યુ છે કે માત્ર આઈ લવ યુ શબ્દ સ્વયં રીતે યૌન ઈરાદાની બરાબર નથી.