Nadiad,તા.02
ખેડા જિલ્લામાં આગામી તહેવારો અને ધામક પ્રસંગોના અનુસંધાને જાહેર સુલેહ શાંતિ જળવાઈ રહે તે હેતુથી જિલ્લા મેજિસ્ટ્રેટ, નડિયાદ દ્વારા હથિયારબંધી અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામું ૧ જુલાઈથી અમલમાં મુકી દેવાયું છે.
પ્રશાસનના જાહેરનામા મુજબ શો જેવા કે તલવાર, ભાલા, બંદૂક, છરા, લાકડીઓ (જેનો ઉપયોગ હથિયાર તરીકે થઈ શકે), તેમજ કેફી કે અદીઠા પદાર્થો, ગુપ્તિ અથવા અન્ય ભયજનક વસ્તુઓ લઈને જાહેરમાં ફરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઉપરાંત, ઈજા પહોંચાડી શકે તેવા કે કોઈને ભયભીત કરી શકે તેવા પદાર્થો સાથે રાખવા પર પણ મનાઈ ફરમાવવામાં આવી છે. મહાનગરપાલિકાના વિસ્તારમાં કોઈપણ પ્રકારના ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર કરવા, ગીતો ગાવા, ઉશ્કેરણીજનક લખાણ કે ચિત્ર પ્રદશત કરવા પર પ્રતિબંધ છે. તેમજ ઉશ્કેરણીજનક વક્તવ્યો આપવા, ભાષણ આપવા, અથવા પ્રતિકૃતિઓ સળગાવવા કે પુતળા દહન કરવા પર પણ મનાઈ ફરમાવવામાં આવી છે. કોઈપણ ધામક સ્થળ પર પથ્થર કે અન્ય કોઈ વસ્તુ ફેંકવા પર પણ પ્રતિબંધ છે.