આણંદ પાસેના રાવડાપુરા ગામે રહેતા ૪૭ વર્ષીય હર્ષાબેન જયેશભાઈ પરમાર ગત રવિવાર રાત્રીના સુમારે પોતાના ઘરે નીંદર માણી રહ્યા હતા. દરમિયાન રાત્રિના સુમારે કોઈ ઝેરી જીવજંતુ તેમના હાથે કરડી જતા પરિવારજનોએ તેઓને સારવાર અર્થે તુરંત જ આણંદની હોસ્પિટલમાં ખસેડયા હતા. જ્યાં ગતરોજ સારવાર દરમિયાન તેઓનું મોત થયું હતું. આ બનાવવાની આણંદ ગ્રામ્ય પોલીસે અપ મૃત્યુની નોંધ નોંધી હતી. બીજા બનાવમાં આંકલાવ તાલુકાના કંથારીયા ગામના રણછોડપુરા ખાતે રહેતો ૧૮ વર્ષીય રાહુલ દિલીપભાઈ મકવાણા રવિવાર રાત્રિના સુમારે પોતાના ઘરે લાઈટ બોર્ડ ની સ્વીચ બદલી રહ્યો હતો દરમિયાન અચાનક તેને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો જેને લઈ તે શરીરે ગંભીર રીતે દાઝી ગયો હતો અને તેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જોકે વિજકરંટ લાગવાના કારણે તેનું મોત નિપજ્યું હતું આ બનાવવા કે આકલાવ પોલીસે અપ મૃત્યુની નોંધ નોંધી હતી.
Trending
- Tankara ના હરબટીયાળી નજીક કારની ઠોકરે બાઈકચાલક આધેડ ઈજાગ્રસ્ત
- Morbi: જુના ઘૂટું રોડે ઈનોવા કાર અને બાઈક અથડાતા યુવાનને ઈજા પહોંચી
- Morbi: અમરનગર ગામે ચાર ઇસમોએ બે યુવાનોને માર માર્યો, છરી વડે ઈજા પહોંચાડી
- Morbi: વાંકાનેર અને ટંકારામાં સાત જુગાર રેડ, મહિલાઓ સહીત ૩૧ જુગારીઓ ઝડપાયા
- Morbi: માળિયા અને ટંકારામાં અપમૃત્યુના બનાવોમાં ત્રણના મોત
- માળિયામાં દીકરી સાથે પ્રેમલગ્ન બાબતે યુવાનના ભાઈ પર ફાયરીંગ કરનાર આરોપી ઝડપાયો
- Morbi: શંકાસ્પદ પેટ્રોલીયમ જથ્થાની હેરાફેરી કરનાર ઝડપાયો,૩.૨૮ લાખનો મુદામાલ જપ્ત
- Nifty Future ૨૪૮૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!