Mumbai,તા.2
કાંટા લગા ગર્લ’ તરીકે જાણીતી ઍક્ટ્રેસ શેફાલી જરીવાલાનું શુક્રવાર, 27 જૂનના 42 વર્ષની ઉંમરે અવસાન થયું હતું. તેમના અચાનક મૃત્યુએ બધાને આઘાતમાં મૂકી દીધા છે.
એવી ચર્ચા છે કે, શેફાલીના અચાનક મૃત્યુનું કારણ એન્ટિ-એજિંગ ટ્રીટમેન્ટ હોઈ છે, પરંતુ આની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી અને અંતિમ પોસ્ટમોર્ટમ રિપોર્ટની હજી પણ રાહ જોવાઈ રહી છે. આ બધાની વચ્ચે શેફાલીની નજીકની મિત્ર અને અભિનેત્રી પૂજા ઘઈએ એક મુલાકાતમાં આશ્ચર્યજનક ખુલાસો પણ કર્યો.
ઇન્ટરવ્યુ દરમિયાન પૂજા ઘઈને શેફાલીની ઍન્ટિ-એજિંગ ટ્રીટમેન્ટ લેવાની ચર્ચા વિશે પૂછવામાં આવ્યું હતું. આના જવાબમાં પૂજાએ કહ્યું હતું કે, ‘મને લાગે છે કે કોઈના પર પર્સનલ કોમેન્ટ કરવી યોગ્ય નથી.
જોકે મને લાગે છે કે દરેક વ્યક્તિ આ લે છે અને મને ખાતરી છે કે દરેકને આની જરૂર હોય છે. આ ખૂબ સામાન્ય છે. જો તમે દુબઈની શેરીઓમાં ફરો છો તો તમને નિયમિત ક્લિનિક અને નિયમિત સેલોંમાં ઘણી વિટામિન સી જોવા મળશે, શેફાલી હંમેશાં સુંદર દેખાતી હતી. જયારે તેને તેના અંતિમ સંસ્કાર માટે ઘરે લાવવામાં આવી ત્યારે પણ તે ખૂબ સુંદર દેખાતી હતી.
પૂજાએ ઈન્ટરવ્યુમાં કન્કર્મ કર્યું છે કે, શેફાલીએ મૃત્યુના દિવસે વિટામિન ‘સી’ ડ્રીપ લીધી હતી. પૂજાએ જણાવ્યું, ‘વિટામિન ‘સી’ લેવું ખૂબ જ સામાન્ય બાબત છે. કેટલાક લોકો ફક્ત એક ગોળી લે છે અને કેટલાક લોકો એને ઈન્ટ્રાવીનસ (આઇવી) ડિપ દ્વારા લે છે.
એ વાત સાચી છે કે તેણે એ દિવસે આઇવી ડિપ લીધી હતી. મને ખબર છે કે તેણે એ દિવસે એ લીધી હતી કારણ કે પોલીસે એ માણસને ખુદ બોલાવ્યો હતો જેણે તેને આઇવી ડ્રિપ આપી હતી.’