Morbi,તા.02
શહેરના શનાળા રોડ પર આવેલ વેલનેસ સ્પા સંચાલકે વર્કરોની માહિતી પોલીસ સ્ટેશનમાં નહિ આપી જાહેરનામાંનો ભંગ કર્યો હોય જેથી પોલીસે જાહેરનામાં ભંગની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે
મોરબી એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન શનાળા રોડ પર દરિયાલાલ સ્ક્વેરમાં બીજા માળે શોપ નં ૧૦૭ અને ૧૦૮ માં આવેલ વેલનેસ સ્પામાં તપાસ કરી હતી જ્યાં સ્પા સંચાલક આરોપી હિતેન્દ્ર ઉર્ફે કાનો પ્રવીણ રાણપરા (ઉ.વ.૩૯) રહે શનાળા રોડ હાઉસિંગ બોર્ડ મોરબી વાળાએ સ્પામાં કામ કરતી સ્પા વર્કરોના બાયોડેટા ફોર્મ ભરી પોલીસ સ્ટેશનમાં નોંધ નહિ કરાવી જીલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાંનો ભંગ કર્યો છે મોરબી એ ડીવીઝન પોલીસે સ્પા સંચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે