Morbi,તા.02
વાંકાનેરના વઘાસીયા ટોલનાકા પાસે હીટ એન્ડ રનનો બનાવ બન્યો હતો જેમાં ૧૯ વર્ષનો યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે અજાણ્યા વાહનચાલકે બાઈકને હડફેટે લેતા યુવાનને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે
વાંકાનેર તાલુકાના ગાંગીયાવદર ગામના રહેવાસી દીપકભાઈ ખીમાભાઈ ખમાણીએ અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૦૧ ના રોજ ફરિયાદીનો દીકરો જયદીપ દીપકભાઈ ખમાણી (ઉ.વ.૧૯) વાળો પોતાનું બાઈક જીજે ૦૩ એફએસ ૯૦૫૬ લઈને વાંકાનેર વઘાસીયા ટોલનાકા પાસેથી જતો હતો ત્યારે અજાણ્યા વાહનચાલકે બાઈક સહીત યુવાનને હડફેટે લઈને નાસી ગયો હતો અકસ્માતમાં ફરિયાદીના દીકરા જયદીપને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે