Morbi,તા.02
સ્થાનિકોએ લેખિત રજૂઆત કર્યા બાદ મહાનાગપાલિકાની કામગીરી
શેરીના નાકે આવેલ અન્ય જોખમી મકાન પણ તોડી પાડવાની માંગ
મોરબી શહેરમાં અનેક જુના મકાનો આવેલ છે જે જોખમી હાલતમાં હોવાથી કોઈ અકસ્માત સર્જાય તે પૂર્વે ઉતારી લેવાની કામગીરી કરવામાં આવી રહી છે મોટી માધાણી શેરીમાં પણ આવું વર્ષો જુનું જર્જરિત મકાન તોડી પાડવા લત્તાવાસીઓની માંગણી સ્વીકારી આજે મહાનગરપાલિકાએ મકાન તોડી પાડવાની કામગીરી કરી હતી
મોરબીના દરબાર ગઢ નજીક આવેલ મોટી માધાણી શેરીમાં વર્ષો જુનું મકાન ઘણા લાંબા સમયથી બંધ હાલતમાં હતું મકાન જર્જરિત થઇ ગયું હતું અને ગમે ત્યારે તૂટી પડે તેવો ભય લત્તાવાસીઓ ને સતાવતો હોવાથી ગત ઓગસ્ટ માસમાં નગરપાલિકાને રજૂઆત કરી હતી અને એપ્રિલ ૨૦૨૫ માં મહાનગરપાલિકાએ મકાન માલિકને આખરી નોટીસ પાઠવી બિલ્ડીંગ તોડી પાડવા સુચના આપી હતી અને આજે મહાનગરપાલિકાની ટીમે જર્જરિત મકાન તોડી પાડતા સ્થાનિકોને રાહત મળી છે
શેરીના નાકે હજુ એક જોખમી મકાન તોડી પાડવું જરૂરી…
મોટી માધાણી શેરીનું વર્ષો જુનું જોખમી મકાન તંત્રએ તોડી પાડ્યું છે જે કામગીરી આવકારદાયક છે પરંતુ મોટી માધાણી શેરીના નાકે મુખ્ય રોડ પર જ એક હજુ જોખમી મકાન આવેલ છે જે ભારે વરસાદ કે પવનને કારણે તૂટી પડે તો મોટી દુર્ઘટના સર્જાઈ સકે તેમ છે જેથી શેરીના નાકે આવેલ મકાન તોડી પાડવાની તંત્ર કામગીરી કરે તેવી માંગ સ્થાનિકોએ કરી છે