Jamnagarતા ૨,
જામનગર જીલ્લાનાં લાલપુરમાં રહેતો અને ખેતી કામ કરતો મૂળ રાજસ્થાન એક ગેસ્ટ હાઉસ માં પહેલા માળેથી નીચે પટકાઈ પડ્યો હતો, અને ઇજા થવાને કારણે તેનું મૃત્યુ નિપજ્યું છે.
આ બનાવની વિગત એવી છે કે મૂળ રાજસ્થાનના ભીલવાડા નો વતની અને હાલ લાલપુર માં રહીને ખેત મજૂરી કામ કરતો તોહીદખાન આઝાદખાન પઠાણ (૨૧) કે જે ગઈકાલે લાલપુરમાં આવેલા લક્ષ્મી ગેસ્ટ હાઉસ ના પહેલા માળેથી તેનો પગ લપસી જતાં નીચે પટકાઈ પડ્યો હતો, અને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી તેનું મૃત્યુ નીપજ્યું છે. આ બનાવ અંગે મૃતકના પિતા આઝાદ ખાન ચાંદખાન પઠાણે પોલીસને જાણ કરતાં લાલપુરના એએસઆઈ એ.એમ.જાડેજાએ મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.