Jamnagar તા02
જામનગર નજીક કનસુમરા રોડ પર ડાયનામિક ફેક્ટરી ની સામે એપલ ઇન્ડસ્ટ્રીઝ -૪ માં ચાલતી સાઇટ પરના કન્ટેનરમાંથી થયેલી ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો છે, અને પંચકોશી બી. ડિવિઝન ની ટીમે એક વાહન અને ચોરાઉ માલસામગ્રી સહિત ૪ લાખ ૬૦ હજાર ની માલમત્તા કબજે કરી છે.
જામનગર નજીક કનસુમરા રોડ પર એક ખાનગી કંપનીની કન્ટેનરમાં ઓફિસ આવેલી છે. જે કન્ટેનર ની ઓફિસ માં ગત ૨૮ તારીખે રાત્રિ દરમિયાન કોઇ તસ્કરો એ લોક તોડી નાખ્યું હતું, અને અંદર પ્રવેશ મેળવી લીધો હતો. ઓફિસમાં લગાવેલો એર કન્ડિશન મશીન, ઉપરાંત કલરની સીલબંધ સાત નંગ ડોલ ઉપરાંત ૩૦૦ મીટર વાયર કે જે તમામ ની કિંમત અંદાજે ૬૦,૦૦૦ ની માલમત્તા ચોરી કરી લઈ ગયા હતા.જે ચોરીના આ બનાવ અંગે ખાનગી કંપનીમાં નોકરી કરતા બીપીનભાઈ દામજીભાઈ ચોવટીયા એ પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો છે, અને પંચકોશી બી. ડિવિઝન ની પોલીસ ટીમે બે તસ્કરો ને ઝડપી લીધા છે.
જામનગર નજીક કનસુમરામ ગામમાં રહેતા ઇમરાન ગફારભાઈ ખફી તેમજ હશન બોદુભાઈ સુમરા ને ઝડપી લીધા હતા, અને બંને પાસેથી ચોરી નો તમામ માલસામાન તેમજ ચાર લાખ રૂપિયાની કિંમતનું વાહન સહિત ૪.૬૦ લાખ ની માલમતા કબજે કરી લીધી છે.