Jamnagar તા ૨,
જામનગરમાં સાત રસ્તા વિસ્તારમાં એક યુવાનની હત્યા ના કેસમાં પકડાયેલા અને જામનગર ની જેલમાં જેલવાસ ભોગવી રહેલા આરોપીએ વચગાળાના જમીન પર મુક્ત થઈને પરત હાજર નહીં થઈ ફરાર રહ્યા પછી એલસીબી ની ટીમે ઝડપી લીધો છે, અને ફરીથી જેલ હવાલે કર્યો છે.
જામનગરમાં ૨૦૧૯ ની સાલમાં સાત રસ્તા વિસ્તારમાં અજયસિંહ ઝાલા નામના યુવાન ની હત્યા કેસમાં પકડાયેલા અલ્તાફ વલીમામદ નાઈ, રે. ઢીંચડા, કે જેને પોલીસે ઝડપી લીધા પછી જેલ હવાલે કરાયો હતો. જે આરોપી વચગાળાના જામીન પર છૂટી ને ફરાર થઈ ગયો હતો, અને ફરીથી જેલમાં હાજર થયો ન હતો. ઉપરોક્ત આરોપીને પોલીસ શોધી રહી હતી, દરમિયાન એલસીબી ની ટુકડીને ચોક્કસ બાતમી મળી હતી, કે આરોપી અલ્તાફ વલીમોહમ્મદ જામનગરમાં એરફોર્સ રોડ પર આવ્યો છે, તેવી બાતમીના આધારે વોચ ગોઠવીને ઝડપી લીધો છે, અને તેને ફરીથી જેલ હવાલે કરી દેવાયો છે.