Jamnagarતા. ૧
જામનગર માં રૂ ૬૦ હજાર ની રકમ નો ચેક પરત ફરવા ના કેસ માં અદાલતે એક આસામી ને એક વર્ષ ની સજા નો હુકમ કર્યો છે.
જામનગરના તેજપાલસિંહ લખુભા ગોહિલ પાસે.થી યુગલ જીતેન્દ્રભાઈ હિંગોરીયા એ રૂા.૬૦ હજાર ની રકમ હાથ ઉછીની મેળવી હતી.અને તેની પરત ચૂકવણી માટે ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાં જમા કરાવવામાં આવતા અપૂરતા નાણા ભંડોળના શેરા સાથે પરત ફર્યાે હતો. આથી તેજપાલસિંહ ગોહિલે અદાલત માં ફરિયાદ નોંધાવી હતી.
આ.અંગે નો કેસ અદાલત માં ચાલી જતાં અદાલતે આરોપી યુગલ જીતેન્દ્રભાઈ હિંગોરીયા.ને તકસીરવાન ઠરાવી એક વર્ષની કેદ અને ચેકની રકમ મુજબ ના દંડ નો હુકમ કર્યો છે. અને જો દંડ ભરવામાં ન આવે તો વધુ ત્રણ મહિના ની સજાનો હુકમ કરાયો છે.
. આ કેસ માં ફરિયાદી તરફ થી વકીલ ભાર્ગવ મહેતા રોકાયા હતા.