પાણીની મોટર માંગી આપવા મુદ્દે બોલા ચાલી નો મામલો ધોકા વાળી સુધી પહોંચ્યો.
Rajkot,તા.02
પહેલો સગો પડોશી.. કહેવત થી તદ્દન વિપરીત રીતે પેરક રોડ પર રહેતા પડોશી મહિલાઓ વચ્ચે પાણીની મોટર મુદ્દે થયેલી માથાકૂટ માં કોર્પોરેશનના સફાઈ કર્મચારી મહિલા પર લાકડી ધોકા થી હુમલો થયાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. આ અંગે પ્રાપ્ત વિગત મુજબ બી ડિવિઝન પોલીસ મથક ની હદમાં આવેલ પેડક રોડ પર રહેતા કોર્પોરેશનમાં સફાઈ કર્મચારી તરીકે નોકરી કરતા કંચનબેન હિતેશભાઈ વાઘેલા ૫૩ગઈકાલે ઘેર હતા ત્યારે પાડોશમાં જ રહેતા ઉષાબેન, જાનકીબેન, અને મનીષભાઈ એ ઝઘડો કરી કંચનબેન પર લાકડી અને ધોકા થી હુમલો કરી મોઢામાં અને નાક પર ગંભીર ઈજા કરી હતી, મારા મારી ના કારણોમા કંચનબેન ના પતિ મનીષભાઈ જણાવ્યું હતું કે રાત્રે પાણી આવ્યું જ્યારે ઉષાબેન અને જાનકીબેન ને કંચનબેન પાણીની મોટર માંગી હતી પરંતુ કંચનબેન ને પાણીની મોટર આપવાની ના પાડતા હારમાં આ હુમલો કર્યો હોવાનું જણાવ્યું હતું આ અંગેબી ડિવિઝનતપાસ કરી છે