વૃદ્ધાવસ્થા અને એકલું પણ જીવન આકરું લાગતા જીવા દોરી ટૂંક આવી
Rajkot,તા.02
રાજકોટના ભગવતી પરા વિસ્તારમાં રહેતા વૃધ્ધા એ એકલવાયા જીવનથી કંટાળી ગળે ફાંસો ખાઈ લઇ આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી ફેલાઈ હતી.આ અંગે પ્રાપ્ત વિગત મુજબ ભગવતી પરા બ્રિજ ઉતરતા જમજમ બેકરીની સામે ની શેરીમાં રહેતા જમનાબેન એ ગઈકાલે સાંજે છ વાગ્યાના સુમારે પોતાના રૂમમાં ગળે ફાંસો ખાઈ લેતા પરિવારજનોએ ૧૦૮ને બોલાવતા તબિબી ટીમે તપાસી જમનાબેન ને મૃત જાહેર કર્યા હતા, દીકરાઓ અને પુત્રવધુઓ સાથે સર્વ કુટુંબમાં રહેતા જમનાબેન ના પતિ અગાઉ અવસાન પામ્યા હોય છેલ્લા કેટલાક સમયથી એકલવાયુ જીવન થી કંટાળો આવતો હોવાનું જણાવ્યું હતું આ અંગે પીએસઆઇ ડીબી ગાધે એ તપાસ હાથ ધરી છે