નિવૃત્ત ફૌજીના પેન્શનના લાખો રૂપિયા હજમ કરેલી રકમ
ચૂકવવા ન પડે તે માટે ડો. દેવાંગ પટેલે ઢીલ માફની અરજી કરી તી
Rajkot,તા.02
શહેરના નિવૃત્ત ફૌજીના પેન્શનના લાખો રૂપિયા હજમ કરી ગયા મામલે ડોક્ટર વિરુદ્ધ થયેલા સિવિલ કોર્ટના હુકમનામા સામેની અપીલમાં વિલંબ માફ કરવાની ડોક્ટરની અરજી ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી છે.આ અંગેની હકીકત મુજબ, શહેરના જલારામ-૨, શેરી નં.૧૦માં, ડ્યુ એપાર્ટમેન્ટમાં રહેતા ડો. દેવાંગ ચંદુભાઈ પટેલે નિવૃત્ત ફૌજી દીપક હરીભાઈ પાલા સાથે મિત્રતા કેળવી ફોજીની પેન્શનની રકમમાંથી રૂપિયા 41.25 લાખ ઉછીના લીધા હતા, જે રકમ પરત કરવા ડો. દેવાંગે આપેલા સાત ચેક રિટર્ન થવા મામલે નેગોસિબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ સામે કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી ફરિયાદ દાખલ કરી હતી, લેણી રકમ વસૂલવા સિવિલ કોર્ટમાં દાવો કર્યો હતો, જેમાં ચેક ડીસઓનરના કેસમાં જેલ સજા અને વળતરનો હુકમ કર્યો હતો. બાદ સદરહું ડોકટરએ જેલની હવા પણ લાંબો સમય માટે ખાધેલ છે. સિવિલ કોર્ટ દ્વારા રૂા.૪૧,૨૫,૦૦૦/- દાવા દાખલની તારીખથી વસુલાત મળે ત્યાં સુધી ૬ %ના વ્યાજ તથા ખર્ચ સાથે ડો. દેવાંગ પટેલે ફૌજી દીપક પાલાને ચુકવવા તેવો આદેશ કરેલ છે. જેમાં કોર્ટ દ્વારા વસુલાતની કાર્યવાહી શરું થતા ટુકડે-ટુકડે રૂા.૨,૦૦,૦૦૦ વસુલ આપેલ છે. બાકી રહેતા વ્યાજ સહિત રૂ. ૯૫,૪૯,૦૩૫.૨૫ ચૂકવવા ન પડે તે માટે ડો. દેવાંગ પટેલે રાજકોટ કોર્ટમાં ૧૮૮૦ દિવસનો વિલંબ માફ કરવાની અપીલમાં બન્ને પક્ષકારોને સાંભળી જિલ્લા અદાલતે વિલંબ માફની અરજી નામંજુર કરી છે. આ કામમાં વાદી ફરિયાદી વતી એડવોકેટ દરજજે વિકાસ કે. શેઠ, અલ્પા શેઠ, પ્રકાશ બેડવા, ફાતેમા ભારમલ વિગેરે વકીલ તરીકે રોકાયા હતાં.