New Delhi, તા. 3
દેશમાં આગામી સમયમાં છુટક ફુગાવાની વ્યવસ્થામાં મોટા ફેરફાર થવા જઇ રહ્યા છે અને તેમાં હવે રાજયવાઇઝ જે રીતે મોંઘવારી છે તેના આધારે કન્ઝયુમર્સ પ્રાઇઝ ઇન્ડેક્ષ જાહેર કરવામાં આવશે.
સામાન્ય રીતે એક રાજયમાં જે ઉત્પાદન સસ્તુ હોય તે બીજા રાજયમાં મોંઘુ હોય છે અને તેના કારણે અનેક વખત ફુગાવાની સ્થિતિમાં અસમાનતા જોવા મળે છે. ખાસ કરીને સામાન્ય વપરાશના શાકભાજી અને બેઝીક અનાજ કે જેનું ઉત્પાદન જે તે રાજયમાં વધુ હોય છે.
તેના ભાવમાં મોટો તફાવત જોવા મળે છે. આસામ અને આંધ્રપ્રદેશમાં ટમેટાના ભાવમાં મોટો તફાવત હોય છે. પરંતુ રાષ્ટ્રીય ચિત્ર બનાવતા સમયે જે સૌથી ઓછો ભાવ હોય તેને જ ધ્યાનમાં લેવાય છે જેના કારણે ભારતમાં ફુગાવાનું ચિત્ર અત્યંત સ્પષ્ટ રહેતું નથી અને તેના કારણે સરકારે હવે રાજય આધારીત ફુગાવાના ડેટા જાહેર કરવા નિર્ણય લીધો છે.
હાલ સરકાર પાસે સબગ્રુપ લેવલે રાજયવાઇઝ શાકભાજી ફળો અને તેવા ઉત્પાદનોના ભાવ હોય છે. પરંતુ અંતે ઓલ ઇન્ડિયા કેટેગરી નકકી કરતા સમયે તેમાં સૌથી ઓછા ભાવને જ ધ્યાનમાં લેવાય છે અને તેના કારણે રાજયોને પોતાના નાગરિકોને ખરેખર કેટલી મોંઘવારી નડે છે તેનું કોઇ ચિત્ર મળતું નથી.
આ ઉપરાંત આગામી સમયમાં ફુગાવાની ગણતરીમાં હવે મોબાઇલ ફોન બીલ, લેન્ડલાઇન બીલ, પાણી ચાર્જ, ધોબી, હેરકટીંગ, કાનુની ખર્ચ, પ્લમ્બીંગ આ તમામ જે ખર્ચાઓ રોજબરોજના જીવનમાં ઉપયોગી હોય છે. તેનો પણ હવે ફુગાવામાં સમાવેશ થશે જેના કારણે પણ લોકોના બજેટમાં ખરેખર ખર્ચ કેટલો થાય છે તેનું ચિત્ર જાળવા મળી શકશે.
આ માટે સર્વિસ ડેટાનો એક નવો ખ્યાલ તૈયાર થઇ રહ્યો છે અને તેમાં અન્ય પ્રકારની સેવાઓનો પણ સમાવેશ કરાશે. દેશના 36 રાજયોમાંથી 19 રાજયો એવા છે જયાં સામાન્ય કરતા ઉંચો ફુગાવો જોવા મળે છે.
નેશનલ એવરેજ કે જે હાલ 75 મહિનાની સૌથી નીચી સપાટી ર.8 ટકા છે પરંતુ કેરળમાં તે 6.પ ટકા, લક્ષદ્વીપમાં 6.ર ટકા, પંજાબમાં પ.ર ટકા અને દીવ-દમણમાં અને કાશ્મીરમાં તે 4.6 ટકા છે.