New Jersey તા.3
અહીંના ક્રોસ કીઝ એરપોર્ટ પર એક દુઘર્ટના સર્જાઈ હતી. ટેક ઓફ દરમ્યાન એક સ્કાય ડાઈવીંગ વિમાન દુર્ઘટનાનો શિકાર બનતા પાંચ લોકો ઘાયલ થયા હતા.
અધિકારીઓના જણાવ્યા મુજબ એરપોર્ટ પર સેસનાં 208 બી વિમાન ટેક ઓફ કરી રહ્યું હતું ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. આ સ્કાય ડાઈવીંગ વિમાનમાં 15 લોકો સવાર હતા.
દુર્ઘટનામાં પાંચ લોકો ઘાયલ થતા તેમને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા. દુર્ઘટનાનાં કારણોની તપાસ હાથ ધરાઈ છે.