નડિયાદ મરીડા ભાગોળ હિદાયતનગરમાં રહેતા મોહમ્મદ સાહિલ મોહમ્મદ જાહિદ શેખ ઓનલાઇન ડિલિવરી આપવાની નોકરી કરે છે. મોહમ્મદ સાહિલના ઇન્સ્ટાગ્રામ પર ઈમેલ બાદ તા.૫/૧૨/૨૪ના રોજ ડિલિવરી કંપનીની ગુડગાવ હેડ ઓફિસથી કંપનીના કર્મચારી ભરત પટેલ નામથી હિન્દીમાં ફોન આવ્યો હતો. જેમાં ડિલિવરી કંપનીની એજન્સી મેળવવી હોય તો ઇમેલ પર વિગત મોકલવાનું કહેતા યુવકે કંપનીની એજન્સી મેળવવા આધારકાર્ડ, પાનકાર્ડ, ફોટા વગેરે મોકલી આપ્યા હતા. ત્યારબાદ કંપનીમાંથી ભરત પટેલ નામના કર્મચારીએ કન્ફર્મેશન લેટર માટે પ્રોસેસિંગની રૂ.૨૫,૦૦૦ તથા તા.૧૨/૧૨/૨૪ના રોજ એગ્રીમેન્ટની ડિપોઝીટ પેટે રૂ.૭૫,૮૦૦ ઓનલાઇન ટ્રાન્સફર કરાવ્યા હતા. તા.૧૩/૧૨/૨૪ના રોજ તમારું લાઇસન્સ તૈયાર થઈ ગયું છે કહી રૂ.૧,૪૫,૦૦૦ ટ્રાન્સફર કરાવ્યા હતા. બાદમાં તમને ધંધો શીખવાડવા માટે કંપનીની ટીમ તમારે ત્યાં આવી ટ્રેનિંગ આપશે તેના ખર્ચ પેટે રૂ.૯૬,૪૬૫ ઓનલાઇન ટ્રાન્સફર કરાવ્યા હતા. કંપનીમાંથી કોઈ ટીમ ના આવતા મોહમ્મદ સાહીલ તપાસ કરવા ગુડગાવ ગયા હતા જ્યાં આ નામની વ્યક્તિ કે કંપની ના હોવાની જાણ થતા છેતરપિંડી થયાનું જાણવા મળ્યું હતું. આ બનાવ અંગે મોહમ્મદ સાહીલ મોહમ્મદ જાવીદ શેખની ફરિયાદના આધારે નડિયાદ ટાઉન પોલીસે ભરત પટેલ તેમજ શુભમ ગુપ્તા બંને રહેવાસી ગુડગાંવ- હરિયાણા સામે સાયબર ક્રાઇમનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
Trending
- 06 સપ્ટેમ્બર નું પંચાંગ
- 06 સપ્ટેમ્બર નું રાશિફળ
- Gondal: દેવચડી ગામેરિલ્સ બનાવવાની ઘેલછાની ચક્કરમાં 14 વર્ષની સગીરા ઝેરી દવા પીધી
- Rajkot: ‘હેલમેટ અમને મંજુર નથી : યુવા એડવોકેટની ટીમ મેદાને
- Nifty Future ૨૪૬૦૬ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!
- MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
- Teachers’ Day and Eid-e-Milad નો અનોખો સંગમ ૫ સપ્ટેમ્બર ૨૦૨૫
- નવીન દ્રષ્ટિકોણથી શિક્ષક: ભૂમિકા અને જવાબદારીઓ