Mumbai,તા.03
ફિલ્મ હેરાફેરી 3 ઘણા સમયથી ચર્ચામાં છે. હેરાફેરી અને ફીર હેરાફેરીની હીટ ત્રિપુટી અક્ષય કુમાર, પરેશ રાવલ અને સુનીલ શેટ્ટીને ફરી એકવાર પડદાં પર જોવા માટે ચાહકો આતુર છે. જો કે, થોડા સમય પહેલાં જ પરેશ રાવલે હેરાફેરી 3 કરવાનો ઈનકાર કરી દીધો હતો. હાલમાં જ તેમની વાપસીના સમાચાર મળતાં ચાહકો અને પ્રેક્ષકો ખુશ થયા હતાં. ફિલ્મના ડાયરેક્ટર પ્રિયદર્શને આ ત્રિપુટી વિશે મહત્ત્વનો ખુલાસો કર્યો છે.
એક્ટર્સ વચ્ચે મતભેદ હોવાનો કર્યો સ્વીકાર
ફિલ્મ ડાયરેક્ટર પ્રિયદર્શને એક મીડિયા ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, હું દક્ષિણ ભારતમાં રહુ છું. જ્યારે પણ કોઈ ફિલ્મ સાઈન કરવાની હોય, શૂટિંગ કરવાનું હોય ત્યારે જ હું મુંબઈ જઉ છું. હું માત્ર અક્ષય કુમાર માટે પ્રતિબદ્ધ છું. બાકી અન્યને ઓળખતો નથી. હું ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં રમાતી પોલિટિક્સ પર વિશ્વાસ રાખતો નથી. સુનીલ, અક્ષય અને પરેશ મારા પ્રિય મિત્રો છે. તેમની વચ્ચે અમુક મતભેદો હતા. જે હવે ઉકેલાઈ ગયા છે. મને બસ આટલી જ જાણ છે.
પ્રિયદર્શને આગળ કહ્યું કે, સુનીલ શેટ્ટી, અક્ષય કુમાર અને પરેશ રાવલે મને કહ્યું હતું કે, અમે અંદરોઅંદર વાતચીત કરી નિર્ણય લીધો છે કે, અમે ફિલ્મ કરીશું. આ નિર્ણયમાં અન્ય કોઈ બાહ્ય વ્યક્તિ સામેલ નથી. અમુક અટકળો વહેતી થઈ હતી કે, એક વ્યક્તિએ ત્રણેય વચ્ચે સમાધાન કરાવ્યું છે. પરંતુ આવુ કશું નથી. ત્રણેયે ભેગા થઈને આ નિર્ણય લીધો છે અને મને જાણ કરી છે.
હેરાફેરી 3ના શૂંટિંગ મુદ્દે પ્રિયદર્શને જણાવ્યું કે, હા જ અમે ભૂત બંગલાનું શૂટિંગ પૂરુ કર્યું છે. સૈફ અલી ખાન અને અક્ષય સાથે આગામી ફિલ્મ કરુ છું. મને લાગે છે કે, હેરાફેરી 3નું શૂટિંગ આગામી વર્ષે શરૂ કરીશ.