Mumbai,તા.03
કરીના કપૂર બોલીવુડની ટોચની હિરોઇન તો છે, પણ હવે તે દક્ષિણની ઇન્ડસ્ટ્રીમાં પોતાનો જાદુ ફેલાવવાની છે. રિપોર્ટ પ્રમાણે કરીના ધ રાજાસાબ’માં પ્રભાસ સાથે જોવા મળશે.
મળતી માહિતી પ્રમાણે ‘ધ રાજાસાબ’માં કરીના કપૂર કોઈ પાત્રમાં જોવા નહીં મળે, પરંતુ તે એક ખાસ ડાન્સ કરવા જઈ રહી છે. જોકે આ વાતને નિર્માતાઓ કે કરીના તરફથી કોઈ સત્તાવાર સમર્થન નથી મળ્યું. આ આઇટમ-ડાન્સમાં કરીના અને પ્રભાસ એકસાથે ડાન્સ કરતાં જોવા મળશે.
મારુતિના નિર્દેશનમાં બનેલી ‘ધ રાજાસાબ’માં પ્રભાસ સાથે પહેલેથી જ ત્રણ મુખ્ય આભનેત્રીઓ છે. આ ફિલ્મ આ વર્ષે 5 ડિસેમ્બરે રિલીઝ થવાની છે. આ ફિલ્મ પ્રત્યે લોકોની ઉત્સુકતા વધે એ માટે હવે એમાં કરીના કપૂરનો આઇટમ-ડાન્સ ઉમેરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
‘ધ રાજાસાબ’માં પ્રભાસ સાથે સંજય દત્ત પણ છે. એવું પણ કહેવાય છે કે ફિલ્મમાં નયનતારા પણ એક આઇટમ-સોન્ગ કરવાની છે.