Mumbai,તા.3
મુંબઈમાં રહેતી 34 વર્ષની ઇન્ફર્મેશન ટ્રેક્નોલોજી (IT) પ્રોફેરાનલે બ્રિટાનિયાના ગુડ ડે બિસ્કિટના પેકેટમાંથી બે બિસ્કિટ / ખાધા બાદ તેની તબિયત બગડી હતી. એ પછી તપાસ કરતાં તેને ખબર પડી હતી કે બીજાં બિસ્કિટમાં જીવતી ઈયળહતી.
ત્યાર બાદ તેણે ડિસ્ટ્રિક્ટ કન્ઝ્યુમર ડિસ્યુટ રિડ્રેસલ કમિશનમાં ફરિયાદ કરી હતી. એના ચુકાદામાં કમિશને બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને બિસ્કિટ જે દુકાનમાંથી લીધાં હતાં એને 1.75 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે.
2019માં ચર્ચગેટ સ્ટેશનના એક સ્ટોરમાંથી આ યુવતીએ ગુડ બિસ્કિટનું પેકેટ ખરીદ્યું હતું. એમાંથી કે બે બિસ્કિટ ખાધા બાદ તેને ઊલટી થવા જેવું લાગવા માંડયું હતું.
તેણે જ્યારે પેકેટનાં બીજાં બિસ્કિટ તપાસ્યાં ત્યારે દેખાયું કે બિસ્કિટમાં જીવતી ઈયળ છે. ત્યાર બાદ તેણે સાઉથ મુંબઈમાં ડિસ્ટ્રિક્ટ કન્ઝ્યુમર ડિસ્યુટ રિડ્રેસલ કમિશનમાં ફરિયાદ નોંધાવી હતી તેમ જ બિસ્કિટના સેમ્પલનું પરીક્ષણ કરાવતાં એ ખાવાલાયક ન હોવાનું જણાયું હતું.
તેથી તેણે ઉત્પાદક સામે 2.50 લાખ રૂપિયા વળતરરૂપે અને 50,000 માનસિક ત્રાસ બદલ માગ્યા હતા. કમિશને આ કેસમાં 1.75 લાખ રૂપિયાનું વળતર આપવાનો આદેશ આપ્યો છે.