Morbi,તા.03
લાલપર ગામ નજીક સર્વિસ રોડ પરથી પસાર થતી કારને ડમ્પર ચાલકે ટક્કર મારી હતી જે અકસ્માતમાં કારના ડ્રાઈવર સાઈડના પાછળના દરવાજામાં નુકશાન થયું હતું મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે
મોરબીના રેલ્વે સ્ટેશન પાછળ રોહીદાસપરામાં રહેતા પ્રદીપભાઈ કાંતિલાલ કાટિયાએ ટ્રક ડમ્પર જીજે ૧૩ એડબલ્યુ ૦૭૧૭ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી પોતાની કાર જીજે ૩૬ એપી ૩૬૯૮ લઈને જાંબુડિયા આરટીઓથી મોરબી જતા હતા ત્યારે લાલપર ગામના ગેટ પાસે પહોંચતા ડમ્પર ચાલકે ફરિયાદીની કારના ડ્રાઈવર સાઈડના પાછળના દરવાજાના ભાગે ભટકાડી નુકશાન કર્યું હતું મોરબી તાલુકા પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે