Morbi,તા.03
ધૂનડા (ખાનપર) ગામે રહેતા ૧૯ વર્ષના યુવાને પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો ટંકારા પોલીસે બનાવ અંગે વધુ તપાસ ચલાવી છે
ટંકારા તાલુકાના ઘુનડા (ખાનપર) ગામે રહેતા કિશન ઉર્ફે ક્રીશ મુકેશભાઈ માલકીયા (ઉ.વ.૧૯) નામના યુવાને ગત તા. ૦૨ ના રોજ પોતાના ઘરે રૂમમાં ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું ટંકારા પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે