Jamnagar,તા ૩,
જામનગરમાં સીટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી આજથી છ માસ પહેલાં એક સગીરાનું અપહરણ થઈ ગયું હતું, જે સગીરાને ઉઠાવી જનાર શખ્સને જામનગરની એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટની ટીમેં કચ્છમાંથી ઝડપી લીધો છે, અને જામનગર લઈ આવ્યા બાદ તેની અટકાયત કરી લઇ તેની સામે પોકસો સહિતની કલમ નો ઉમેરો કર્યો છે. સગીરાની તબીબી ચકાસણી કરાઈ છે, જેમાં તેણીની સાથે દુષ્કર્મ ગુજાર્યાનું સામે આવ્યું છે.
જામનગરના સીટીસી ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાંથી આજથી છ મહિના પહેલા એક સગીરાનુ અપહરણ થઈ ગયું હતું, જે અંગે સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ સામે અપહરણ અંગે નો ગુનો નોંધવામાં આવ્યો હતો.
દરમિયાન જામનગરની એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટ ની ટીમ દ્વારા ઉપરોક્ત સગીરા ની શોધખોળ ચલાવાઇ રહી હતી, અને તેઓને ચોક્કસ બાતમી મળી હતી કે સગીરા ને ગાંધીધામ કચ્છમાં રહેતો વશરામ વિરમભાઈ મકવાણા નામનો શખ્સ ઉઠાવી ગયો હોવાની ચોક્કસ માહિતી મળી હતી.
જેથી ગઈકાલે રાત્રે જામનગરની એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટ ની ટીમ ના પીઆઇ એ.એ. ખોખર અને તેઓની ટીમ ગાંધીધામ કચ્છના ગળપાદર ગામે પહોંચી ગઈ હતી, અને ત્યાંથી આરોપી વશરામ મકવાણા ને ઉઠાવી લીધો હતો. તેની સાથે સગીરા પણ મળી આવી હતી.
જે બંનેને જામનગર લઈ આવ્યા બાદ આરોપીની અટકાયત કરી લેવામાં આવી છે, જયારે સગીરાની તબીબી ચકાસણી કરવામાં આવી હતી, જ્યાં તેણીની સાથે વારંવાર દુષ્કર્મ ગુજાર્યા નું સામે આવ્યું હોવાથી આરોપી સામે પોકસો સહિતની કલમનો મેળો કરવામાં આવ્યો છે, અને વધુ પૂછપરછ ચલાવાઈ રહી છે.
આ કાર્યવાહી એ.એચ.ટી.યુ ના મહિલા પી.આઈ. એ.એ ખોખર તેમજ સ્ટાફના એ.એસ.આઇ. રણમલભાઇ કારાભાઇ ગઢવી, રાજદીપસિંહ ખુમાનસિંહ ઝાલા, પો.હેડ.કોન્સ.કિરણબેન રણછોડભાઇ મેરાણી અને પો.કોન્સ ભાવનાબેન નાગજીભાઈ સાબળીયા એ કરી હતી.