Jamnagar તા ૩
જામનગરમાં મુસ્લિમ વાઘેર સમાજ દ્વારા વાઘેરવાડા વિસ્તારમાં આવેલા માતમ ચોકમાં છેલ્લા ૧૨૧ વર્ષ થી પણ વધુ સમયથી પરંપરાગત રીતે હુસૈની ચોકારો યોજાય છે. જે પરંપરા આ વખતે પણ અવિરત ચાલુ રહી છે. ગત બુધવારે યોજાયેલા ચોકારાના કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં મુસ્લિમ સમાજ ઉપસ્થિત રહ્યો હતો.
આ પરંપરાગત ‘હુસૈની ચોકારો’ સુન્ની મુસ્લિમ વાઘેર સમાજના યુવાનો તથા નાના બાળકો દ્વારા લેવામાં આવે છે. જેમાં સુન્ની મુસ્લિમ વાઘેર સમાજ દ્વારા ‘હુસૈની ચોકારા’ નો કાર્યક્રમ વાઘેરવાડા વિસ્તારમાં આવેલા માતમ ચોકમાં યોજાઈ રહ્યો છે. જેને નિહાળવા માટે રાત્રે ૧:૦૦ વાગ્યે હજારોની સંખ્યામાં ભાઇઓ તથા બહેનો ઉપસ્થિત રહે છે. આ ‘હુસૈની ચોકારા’ વાઘેર સમાજ ના પ્રમુખ ગની પટેલ ના માર્ગદર્શન હેઠળ વાઘેર ની સમાજ ની કારોબારીના સભ્યો સતત ખડેપગે રહીને ‘હુસૈની ચોકારા’ નું આયોજન કરે છે.