Jamnagar તા ૩
જામનગરમાં ભીમવાસ શેરી નંબર -૨ માં કચરો ફેંકવાના પ્રશ્ને બે પાડોશીઓ વચ્ચે તકરાર થઈ હતી, અને એક દંપત્તી ઉપર ૪ પાડોશીઓએ ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે.
જામનગરમાં જુના રેલવે સ્ટેશન નજીક ભીમવાસ શેરી નંબર -૨ માં રહેતી દેવીબેન જેન્તીભાઈ ચૌહાણ નામની પરણીત મહિલાએ પોતાના ઉપર તેમજ પોતાના પતિ જયંતિલાલ ચૌહાણ ઉપર લાકડાના ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે પાડોશમાં રહેતા મણિલાલ વાઘેલા, ઉપરાંત તેના પુત્ર ગોપાલ મણીલાલ, નયન મણીલાલ, અને કારિયો વગેરે ચાર પાડોશીઓ સામે ફરિયાદ નોંધાવી છે.
પોલિસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી દેવીબેનના પતિ જેન્તીભાઈ ઘરની બહાર કચરો ફેંકવા માટે ગયા હતા, જે દરમિયાન પાડોશી મણીલાલ વગેરે સાથે તકરાર થઈ હતી, અને પરિવારના ચાર સભ્યો જેંતીલાલ પર હુમલો કરી રહ્યા હતા, તેથી પોતાના પતિને છોડાવવા માટે વચ્ચે પડેલા દેવીબેન ઉપર પણ હુમલો કરી દેવાયો હતો. જેથી મામલા ને સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને ચારેય સામે હુમલાની ફરિયાદ નોંધાવી છે.