આંબેડકરનગરમાથી બીયરના જથ્થા સાથે બાઈક ચાલક પકડાયો
Rajkot,તા.03
શહેરમાં પોલીસે બે સ્થળે વિદેશી દારૂના દરોડા પાડ્યા છે જેમાં, માંડા ડુંગર પાસે મકાનમાંથી વિદેશી દારૂની ૪૮ બોટલ કબ્જે કરી છે અને આંબેડકર નગરમાંથી બિયરના ૧૩ ટીન સાથે બાઈક ચાલકની ધરપકડ કરી છે.
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આજી ડેમ પોલીસ ની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, માંડા ડુંગર નજીક આવેલા શિવમ પાર્કમાં રહેતો હિતેશ હરેશભાઈ બથવાર નામના શખ્સે તેના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો છે. બાતમીના પગલે પોલીસની ટીમ દરોડો પાડી, મકાનમાથી રૂ ૩૨ હજારની કિંમતની ૪૮ બોટલ કબ્જે કરી છે. જ્યારે દરોડા દરમિયાન હિતેશ બથવાર હાજર ન હોવાથી તેની શોધખોળ હાથ ધરી છે. જ્યારે માલવયા નગર પોલીસ ની ટીમ આંબેડકર નગર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એક બાઈક ચાલક શંકાસ્પડ ગણાતા તેને અટકાવી , તલાસી લેતા તેની પાસેથી બિયરના ૧૩ ટીન મળી આવ્યા હતા. હેડ કોન્સ્ટેબલ એ બી વિકમાં અને કોન્સ્ટેબલ જગદીશભાઈ કોડીયાતર સહિતના સ્ટાફે બાઈક અને બિયર ના ટીન મળી, રૂ. ૩૨.૮૦૦ના મુદ્દામાલ સાથે આંબેડકર નગર શેરી નંબર ૧૧ના ખૂણે રહેતો ભરત બાબુભાઈ પરમાર ની ધરપકડ કરી છે.