Mumbai, તા. 4
દેશમાં ફરી વખત શરૂ થયેલા આઇપીઓના ક્રેઝ વચ્ચે સ્ટાર્ટઅપ પણ આઇપીઓની રેસમાં ઝુકાવી રહ્યા છે અને આગામી દિવસોમાં રૂા. 18,000 કરોડથી વધુના આઇપીઓ સાથે મુડી માટે અનેક સ્ટાર્ટઅપ લાઇનમાં છે. ન્યુ એજ કંપનીઓ અત્યાર સુધી એન્જલ ફંડના આધારે ચાલતી હતી એટલે કે વિદેશી રોકાણકારો અને વેન્ચર ફંડ સ્ટાર્ટઅપમાં રોકાણ કરીને તેને મૂલ્યવાન બનાવતા હતા.
હવે પ્રથમ વખત નાના સ્ટાર્ટઅપ પણ ભારતીય શેરબજારની જમીન ટેસ્ટ કરવા માંગતા હોય તેમ સૌથી મોટો આઇપીઓ મેશો રૂા.4,250 કરોડ અને ફિઝીકસવાલા રૂા. 4,000 કરોડના આઇપીઓ સાથે આવી રહ્યા છે જયારે મધ્યમથી નાના કદની પાંચ કંપનીઓ રૂા. 1,000 કરોડ જેટલી રકમ ઉઘરાવવા આવી રહી છે અને ઇ-કોમર્સ પ્લેટફોર્મ મેશોનો આઇપીઓએ ઝોમેટો તથા પીટીએમ બાદનો સૌથી મોટો સ્ટાર્ટઅપ બની રહે તેવા સંકેત છે.
2021-22માં ઝોમેટો અને પેટીએમે રૂા. 25,000 કરોડની રકમ ઉઘરાવી હતી પરંતુ તે બાદ હવે ફિનટેક કંપનીઓ પણ આઇપીઓમાં નસીબ અજમાવવા આવે છે અને આ રીતે અમેરિકા અને ચીન બાદ ભારત ટેક સ્ટાર્ટઅપ-ઇન્ટરનેટ કંપનીઓના આઇપીઓનું સૌથી મોટુ હબ બની ગયું છે. ફિનટેક કંપની પાઇનલેબ અને ગ્રો પણ અનુક્રમે રૂા. 2600 કરોડ અને રૂા. 1735 કરોડ ઉઘરાવવા આવી રહી છે.
આ જ રીતે બોટ અને વેકફીટ અર્બન કંપનીના આઇપીઓ પણ આગામી સમયમાં આવી રહ્યા છે. આ અંગે ઇન્વેસ્ટમેન્ટ બેંકર કહે છે કે સ્ટાર્ટઅપ કંપનીઓ હવે પબ્લીકમાં આવવાની હિંમત થઇ છે અને તેના આધારે તેમનું રીયલ વેલ્યુએશન નિશ્ચિત થશે અને નાના સ્ટાર્ટઅપ કે જે લોકલ લેવલે તૈયાર થયા છે તેમના માટે પણ પોતાના માટે ભંડોળ ઉભુ કરવા અને તેમાં જે ઇન્વેસ્ટર હોય છે તેને પણ એકઝીટ રૂટ મળી જશે.
ભારતમાં આ પ્રકારનું માર્કેટ વિસ્તરતા જ અનેક કંપનીઓ પોતાના બેઝ પણ બહારના દેશોમાંથી ભારતમાં ફેરવી રહી છે. હાલ 1ર જેટલા સ્ટાર્ટઅપે સેબી પાસે પોતાના આઇપીઓ માટે મંજૂરી મેળવી લીધી છે અને તેઓ આગામી સમયમાં યોગ્ય તકની રાહ જુવે છે. બેંગ્લુરૂ વેલ્થ મેનેજમેન્ટ કંપની ગ્રોએ પ્રથમ વખત રૂા. 1819 કરોડનો નફો અને તેની આવકમાં 31 ટકા જેવો નોંધાયો છે.
આ ઉપરાંત હોમ સર્વિસ પ્લેટફોર્મ અર્બન કંપની પણ હવે પ્રોફેટેબલ બની છે ફકત ફંડ ઉઘરાવવા જ નહીં પણ આ કંપનીઓ પોતે મોચ્યોર બની છે તે દર્શાવે છે અને તેથી ભારતમાં સ્ટાર્ટઅપ કલ્ચરને પણ તક મળશે.