New Delhi,તા.04
પહેલગામ એટેક તથા ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધોમાં તણાવ વધ્યો હતો અને રમત ગમત સહિત અનેક ક્ષેત્રે પ્રતિબંધ મુકાયો હતો.
હવે 27 ઑગસ્ટ થી 7 સપ્ટેમ્બર સુધી બિહારમાં યોજાતી એશિયા કપ હોકી ટુર્નામેન્ટ માટે પાકિસ્તાન ટીમ ભારત આવશે. અમે ભારતમાં બહુરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેતી કોઈપણ ટીમની વિરુદ્ધ નથી. પરંતુ દ્વિપક્ષીય બાબત અલગ છે,”
સ્પોર્ટ્સ મંત્રાલય તરફથી સૂત્રોને ટાંકીને ઈન્ડિયા ટુડેએ જણાવ્યું. આંતરરાષ્ટ્રીય રમતો માટે જરૂરી છે કે આપણે સ્પર્ધા કરવાથી પાછળ ન હટી શકીએ. રશિયા અને યુક્રેન યુદ્ધમાં છે પરંતુ તેઓ બહુરાષ્ટ્રીય કાર્યક્રમોમાં દેખાય છે, તેમણે ઉમેર્યું.રમાશે જેની યજમાની ભારત કરવાનું છે અને હાલ તે ટુર્નામેન્ટ દુબઈમાં યોજાઈ તેવી શક્યતા છે. આ ટુર્નામેન્ટમાં ભારત ઉપરાંત પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, વગેરે જેવી ટીમ રમશે.
ત્યારે શું તે ટુર્નામેન્ટ પણ ભારતમાં રમાશે તે પ્રશ્ન પર મંત્રાલયે જણાવ્યું કે હજુ સુધી ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા તેનો સંપર્ક નથી કરાયો, તેથી તે કઈ કહી શકે નહીં.