નરસિંહ મહેતા સરોવર ઓવરફલો થતા નજારો નિહાળવા શહેરીજનો મોટી સંખ્યામાં ઉમટયા
Junagadh તા.4
ગીરનાર પર્વત ઉપર 3 ઈંચ, જુનાગઢ-વંથલી, માણાવદરમાં અઢી અઢી ઈંચ, કેશોદ-મેંદરડા બબ્બે ઈંચ, વિસાવદર પોણા બે ઈંચ, ભેંસાણ દોઢ ઈંચ, માંગરોળ, માળીયા અડધો અડધો ઈંચ વરસાદ નોંધાયો છે.
ગઈકાલે સવારના 8ના સુમારથી માણાવદર વિસ્તારમાં મેઘરાજાની સવારી ઉતરી આવી હતી બાદ સાંજના 6 દરમ્યાન સૌથી વધુ વરસાદ ગીરનાર પર્વત ઉપર 3 ઈંચ, જુનાગઢ-માણાવદર, વંથલીમાં અઢી અઢી ઈંચ, કેશોદ-મેંદરડામાં બે બે ઈંચ વિસાવતર પોણો ઈંચ, ભેંસાણ દોઢ ઈંચ જયારો માંગરોળ-માળીયામાં અડધો અડધો ઈચ વરસાદ નોંધાયો હતો. જે રાત્રી દરમ્યાન મેઘરાજાએ વિરામ લીધો છે.
જુનાગઢનું નરસિહ મહેતા સરોવર ઓવરફલો થઈ જતા શહેરીજનો અને લાગુ પડતી ઝાંઝરડા રોડ સહિતની સોસાયટીઓ આનંદની લાગણી જોવા મળી હતી લોકો નજારો જોવા ઉમટી પડયા હતા. ગીરનાર પર્વત ઉપર ધોધમાર વરસાદ ત્રાટકતા ગીરી કંદરાઓમાંથી પાણીના ધોધ વહી રહ્યા છે. દામોદરજી કુંડ-સોનરખ નદીમાં પાણી આવતા લોકો પાણી જોવા નદીકાંઠે ઉમટી પડયા હતા.