Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jafrabad પંથકમાં બંદૂક સાથે ઝડપાયેલા રમઝાન સમાને 3 વર્ષની સજા

    September 4, 2026

    મોરબીના નવા જાંબુડિયા પાસે કન્ટેનર ટ્રકની કેબીનમાં આગ લાગી, કોઈ જાનહાની નહિ

    September 4, 2026

    03 સપ્ટેમ્બરનું પંચાંગ

    September 2, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jafrabad પંથકમાં બંદૂક સાથે ઝડપાયેલા રમઝાન સમાને 3 વર્ષની સજા
    • મોરબીના નવા જાંબુડિયા પાસે કન્ટેનર ટ્રકની કેબીનમાં આગ લાગી, કોઈ જાનહાની નહિ
    • 03 સપ્ટેમ્બરનું પંચાંગ
    • 03 સપ્ટેમ્બરનું રાશિફળ
    • Indian Stock Marketમાં વોલેટિલિટી વધી, બજારમાં સાવચેતીનું વાતાવરણ…!!!
    • અમદાવાદની જેમ ફ્રાન્સમાં પણ બન્યું નમસ્તે સર્કલ, Paris મંદિર મહોત્સવના આરંભ પૂર્વે શિલ્પનું અનાવરણ
    • Nepal: ભારતે મોકલેલી મદદ બદલ સંસદમાં બાલેન શાહે કહ્યું- ‘Thank you India’
    • Kareena Kapoorએ બાળકોને બાળપણથી જ પાડી 3 ટેવ, દરેક માતા-પિતાએ શીખવું જોઈએ!
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, September 5
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»વિદેશી વેચવાલી અને વૈશ્વિક પરિબળોથી Stock Marketમાં ઘટાડાની લહેર, રોકાણકારોની ચિંતા વધી…!!!
    વ્યાપાર

    વિદેશી વેચવાલી અને વૈશ્વિક પરિબળોથી Stock Marketમાં ઘટાડાની લહેર, રોકાણકારોની ચિંતા વધી…!!!

    Vikram RavalBy Vikram RavalJuly 23, 2026Updated:July 24, 2026No Comments5 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ravi Bhatt

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!!

    ગુરુવારના ભારતીય શેરબજારમાં શરૂઆતથી જ નબળાઈ જોવા મળી હતી. વૈશ્વિક બજારોમાંથી મળેલા મિશ્ર સંકેતો, વિદેશી સંસ્થાકીય રોકાણકારોની પસંદગીયુક્ત વેચવાલી, ઉપરના સ્તરે નફાવસૂલી તથા બેન્કિંગ અને માહિતી પ્રૌદ્યોગિકી શેરોમાં દબાણને કારણે મુખ્ય સૂચકાંકો ઘટાડા સાથે ખુલ્યા હતા. જોકે દિવસ દરમિયાન સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની ખરીદી, પસંદગીના લાર્જકેપ શેરોમાં રિકવરી અને શોર્ટ કવરિંગને કારણે બજારમાં સુધારો જોવા મળ્યો હતો. તેમ છતાં સમગ્ર દિવસ દરમિયાન વધઘટ યથાવત્ રહી અને બજાર “નેગેટિવ ટુ વોલેટાઇલ” વલણ સાથે બંધ થયું.

    સેન્સેક્સમાં શરૂઆતમાં બેન્કિંગ, નાણાકીય સેવાઓ અને માહિતી પ્રૌદ્યોગિકી શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. ત્યારબાદ દવા, વીજળી અને સંરક્ષણ ક્ષેત્રના શેરોમાં ખરીદી વધતાં ઘટાડામાં થોડો સુધારો નોંધાયો હતો. તેમ છતાં ઉપરના સ્તરે નફાવસૂલી યથાવત્ રહી હતી.

    નિફ્ટી ફ્યુચરમાં શરૂઆતમાં વેચવાલીનું દબાણ રહ્યું હતું, પરંતુ મહત્વના આધાર સ્તરો નજીક ખરીદદારો સક્રિય બનતાં બજારમાં શોર્ટ કવરિંગ જોવા મળ્યું હતું. જો નિફ્ટી મહત્વના આધાર સ્તરો ઉપર ટકી રહેશે તો આગામી સત્રોમાં મર્યાદિત સુધારો જોવા મળી શકે છે.

    સ્થાનિક સ્તરે એસ.આઈ.પી. દ્વારા સતત આવતો નાણાંપ્રવાહ, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની ખરીદી, સરકારના માળખાકીય વિકાસ ખર્ચ, મજબૂત આર્થિક વૃદ્ધિ અને સારા કોર્પોરેટ પરિણામોની અપેક્ષા બજારને આધાર આપી રહી છે. જોકે ઊંચા મૂલ્યાંકનને કારણે રોકાણકારો સાવચેત અભિગમ અપનાવી રહ્યા છે.

    વૈશ્વિક બજારોમાં મિશ્ર વલણ, અમેરિકાની વ્યાજદર નીતિ અંગેની અનિશ્ચિતતા, ડોલરની મજબૂતી અને ભૂરાજકીય તણાવને કારણે રોકાણકારોની ભાવના પર અસર જોવા મળી હતી. જોકે ક્રૂડ ઓઇલના નિયંત્રિત ભાવ ભારત માટે હકારાત્મક રહ્યા હતા.

    સેક્ટર તરફી માહોલ :-

    આજે માહિતી પ્રૌદ્યોગિકી, બેન્કિંગ, નાણાકીય સેવાઓ, મેટલ અને રિયલ્ટી સેક્ટરમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. બીજી તરફ ફાર્મા, પાવર, ડિફેન્સ, એફએમસીજી, કેપિટલ ગુડ્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં પસંદગીયુક્ત ખરીદી જોવા મળી હતી. જ્યારે ઓટો અને ઓઇલ એન્ડ ગેસ સેક્ટરમાં મિશ્ર વલણ રહ્યું હતું.

    બજારમાં દિવસ દરમિયાન જોવા મળેલી રિકવરી પાછળ સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની સતત ખરીદી, એસ.આઈ.પી. દ્વારા આવતો મજબૂત નાણાંપ્રવાહ, ફાર્મા, પાવર અને ડિફેન્સ સેક્ટરમાં ખરીદી, શોર્ટ કવરિંગ, પ્રથમ ત્રિમાસિકના સારા પરિણામોની અપેક્ષા તથા ક્રૂડ ઓઇલના નિયંત્રિત ભાવ મુખ્ય કારણો રહ્યા હતા. મહત્વના આધાર સ્તરો ઉપર ખરીદદારો સક્રિય રહેતાં બજારને ટેકો મળ્યો હતો.

    મંદી તરફી કારણો :-

    બજારમાં નબળાઈ પાછળ વિદેશી સંસ્થાકીય રોકાણકારોની પસંદગીયુક્ત વેચવાલી, માહિતી પ્રૌદ્યોગિકી અને બેન્કિંગ શેરોમાં દબાણ, ઉપરના સ્તરે નફાવસૂલી, વૈશ્વિક વ્યાજદર અંગેની અનિશ્ચિતતા, ડોલરની મજબૂતી, ભૂરાજકીય તણાવ તથા ઊંચા મૂલ્યાંકન મુખ્ય કારણો રહ્યા હતા. કોર્પોરેટ પરિણામો પહેલાં રોકાણકારોની સાવચેતીને કારણે પણ બજારમાં વેચવાલી જોવા મળી હતી.

    વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ પસંદગીયુક્ત વેચવાલી ચાલુ રાખી હતી, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો સતત ખરીદદારો તરીકે બજારને આધાર આપી રહ્યા હતા. સ્થાનિક નાણાંપ્રવાહને કારણે બજારમાં મોટા ઘટાડા પર અંકુશ જોવા મળ્યો હતો.

    ક્રૂડ ઓઇલના ભાવ સ્થિરથી નરમ રહ્યા હતા, જેના કારણે ભારત માટે આયાત ખર્ચ અને ફુગાવાના દબાણમાં રાહતની સ્થિતિ યથાવત્ રહી હતી. સોનામાં સલામત રોકાણ તરીકે માંગ જોવા મળી હતી, જ્યારે ચાંદી અને ઔદ્યોગિક ધાતુઓમાં મર્યાદિત વધઘટ નોંધાઈ હતી.

    ભાવિ દિશા :-

    ભારતીય શેરબજારમાં ટૂંકા ગાળામાં વધઘટ અને વોલેટિલિટી યથાવત્ રહેવાની શક્યતા છે. આગામી દિવસોમાં બજારની દિશા પ્રથમ ત્રિમાસિકના કોર્પોરેટ પરિણામો, વિદેશી અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની પ્રવૃત્તિ, વૈશ્વિક બજારોના વલણ, અમેરિકાની વ્યાજદર નીતિ અને ક્રૂડ ઓઇલના ભાવ પર આધારિત રહેશે. જો મુખ્ય સૂચકાંકો મહત્વના આધાર સ્તરો ઉપર ટકી રહેશે તો બજારમાં ફરી ખરીદીનું વલણ જોવા મળી શકે છે, જ્યારે ઉપરના સ્તરે નફાવસૂલી દબાણ ચાલુ રહી શકે છે.

    ભારતીય શેરબજારે નકારાત્મકથી વધઘટભર્યું કારોબાર દર્શાવ્યું હતું.દબાણ જોવા મળ્યું હતું, પરંતુ સ્થાનિક ખરીદી અને શોર્ટ કવરિંગને કારણે દિવસના અંતે બજારમાં નોંધપાત્ર સુધારો નોંધાયો હતો. ટૂંકા ગાળામાં વધઘટ યથાવત્ રહી શકે છે, જ્યારે મધ્યમ અને લાંબા ગાળાના રોકાણકારો માટે ગુણવત્તાસભર શેરોમાં તબક્કાવાર રોકાણની વ્યૂહરચના યોગ્ય રહેશે.

    તા.૨૪.૦૭.૨૦૨૬ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    • તા.૨૩.૦૭.૨૦૨૬ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૩૮૮૬ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૪૦૦૬ પોઈન્ટના પ્રથમ અને ૨૪૦૮૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૩૮૦૮ પોઈન્ટ થી ૨૩૭૩૭ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૩૬૭૬ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!

    હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ

    • લુપિન ( ૨૪૦૪ ) :- ફાર્માસ્યુટિકલ સેક્ટરની આ અગ્રણી કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૩૭૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૩૬૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૪૨૪ થી રૂ.૨૪૪૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૪૪૩ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • ભારતી એરટેલ ( ૧૯૧૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટેલિકોમ સર્વિસિસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૮૮૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૮૭૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૯૩૪ થી રૂ.૧૯૪૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
    • ઝાયડસ લાઇફસાયન્સિસ ( ૧૧૧૪ ) :- રૂ.૧૦૯૩ નો પ્રથમ તેમજ રૂ.૧૦૮૦ ના બીજા સપોર્ટથી ફાર્માસ્યુટિકલ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૧૩૪ થી રૂ.૧૧૪૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
    • નિપ્પોન લાઇફ ઇન્ડિયા એસેટ મેનેજમેન્ટ ( ૧૧૦૮ ) :- એસેટ મેનેજમેન્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૦૮૮ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૧૧૨૩ થી રૂ.૧૧૩૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૧૪૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ( ૧૦૧૫ ) :- રૂ.૧૦૦૩ નો પ્રથમ તેમજ રૂ.૯૯૦ ના બીજા સપોર્ટથી પબ્લિક સેક્ટર બેંકિંગ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૦૩૩ થી રૂ.૧૦૪૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
    • સન ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૯૪૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્માસ્યુટિકલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૯૯૩ આસપાસ સપોર્ટથી રૂ.૧૯૨૮ થી રૂ.૧૯૧૯ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૦૦૮ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
    • અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન ( ૧૭૮૧ ) :- રૂ.૧૮૦૮ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૮૩૦ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૭૬૪ થી રૂ.૧૭૫૦ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૮૧૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • નેસ્લે ઇન્ડિયા ( ૧૪૪૬ ) :- એફએમસીજી સેક્ટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૪૭૮ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૪૩૦ થી રૂ.૧૪૧૭ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • એચસીએલ ટેક્નોલોજીઝ ( ૧૨૪૮ ) :- રૂ.૧૨૭૮ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૧૨૯૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૨૨૭ થી રૂ.૧૨૦૯ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૨૯૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
    • ઇન્ફોસિસ ( ૧૦૫૨ ) :- રૂ.૧૦૭૮ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૯૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૦૩૩ થી રૂ.૧૦૧૮ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૮૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

                     By Ravi Bhatt – SEBI Registered Research Analyst – INH000012591

     Disclaimer – https://www.capsavaj.com/policies

    Indian Stock Market
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleMorbi: બોલેરોમાં ક્રુરતાપૂર્વક ૧૫ ઘેટા-બકરાની હેરાફેરી કરનાર ત્રણ વિરુદ્ધ ગુનો દાખલ
    Next Article વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કોઈપણ કિંમતે અસ્વીકાર્ય: Chirag Paswan
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    Indian Stock Marketમાં વોલેટિલિટી વધી, બજારમાં સાવચેતીનું વાતાવરણ…!!!

    September 2, 2026
    અન્ય રાજ્યો

    Mukesh Ambaniએ આઈસ્ક્રીમ વેચવાનું પણ શરૂ કરી દીધું

    September 2, 2026
    રાષ્ટ્રીય

    Crude Oil 100 ડોલર કુદાવે તો Petrol And Diesel મોંઘા થશે

    September 2, 2026
    વ્યાપાર

    Gold and silverના ભાવો સતત મંદીમાં, સોનામાં વધુ 1900 તૂટ્યા

    September 2, 2026
    રાષ્ટ્રીય

    15મી સપ્ટેમ્બરથી સરકારે ખાંડના ડીલરો માટેની સ્ટોક મર્યાદા ઘટાડીને 2000 ક્વિન્ટલ કરી

    September 2, 2026
    વ્યાપાર

    જુલાઈમાં Electric car વેચાણમાં 83 ટકા અને ટુ-વ્હીલર વેચાણમાં 88 ટકાનો વધારો

    September 2, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹154,850
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,950
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹231,840
    લાઈવ રેટ્સ • અપડેટ: 05-09-2026 21:32
    Categories
    Latest News

    Jafrabad પંથકમાં બંદૂક સાથે ઝડપાયેલા રમઝાન સમાને 3 વર્ષની સજા

    September 4, 2026

    મોરબીના નવા જાંબુડિયા પાસે કન્ટેનર ટ્રકની કેબીનમાં આગ લાગી, કોઈ જાનહાની નહિ

    September 4, 2026

    03 સપ્ટેમ્બરનું પંચાંગ

    September 2, 2026

    03 સપ્ટેમ્બરનું રાશિફળ

    September 2, 2026

    Indian Stock Marketમાં વોલેટિલિટી વધી, બજારમાં સાવચેતીનું વાતાવરણ…!!!

    September 2, 2026

    અમદાવાદની જેમ ફ્રાન્સમાં પણ બન્યું નમસ્તે સર્કલ, Paris મંદિર મહોત્સવના આરંભ પૂર્વે શિલ્પનું અનાવરણ

    September 2, 2026
    Search
    Main News

    અમદાવાદની જેમ ફ્રાન્સમાં પણ બન્યું નમસ્તે સર્કલ, Paris મંદિર મહોત્સવના આરંભ પૂર્વે શિલ્પનું અનાવરણ

    September 2, 2026

    Nepal: ભારતે મોકલેલી મદદ બદલ સંસદમાં બાલેન શાહે કહ્યું- ‘Thank you India’

    September 2, 2026

    USનું યુદ્ધ જહાજ ‘અબ્રાહમ લિંકન’ પટાયા પહોંચતા થાઈલેન્ડની પોલીસના સેકસવર્કર્સના વિસ્તારોમાં દરોડા

    September 2, 2026

    Crude Oil 100 ડોલર કુદાવે તો Petrol And Diesel મોંઘા થશે

    September 2, 2026

    USમાં બાળકનાં પાસપોર્ટ માટે માતા-પિતાએ નાગરિકતા કે વિઝાનું પ્રમાણ આપવું પડશે

    September 2, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jafrabad પંથકમાં બંદૂક સાથે ઝડપાયેલા રમઝાન સમાને 3 વર્ષની સજા

    September 4, 2026

    મોરબીના નવા જાંબુડિયા પાસે કન્ટેનર ટ્રકની કેબીનમાં આગ લાગી, કોઈ જાનહાની નહિ

    September 4, 2026

    03 સપ્ટેમ્બરનું પંચાંગ

    September 2, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.