Junagadh તા.4
માણાવદરના રહીશ ફરિયાદીના ભાઈ અને દિકરીને રિક્ષા પલ્ટી મારી જતાં રિક્ષાચાલકનું મોત નોંધાયું હતું. જયારે મૃતકના ભાઈની દિકરીને ઈજા થવા પામી હતી.
આ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ ફરિયાદી ભરતભાઈ વશરામભાઈ ગોહેલ (ઉ.40) રે. માણાવદર બસસ્ટેશન પાસે મારૂતી મારબલની બાજુવાળાના ભાઈ વિજયભાઈ વસરામભાઈ ગોહેલ ગઈકાલે બપોરના 2.30ના સુમારે વંથલી ખાતે માણાવદર રોડ પર છકડો રિક્ષા જી.જે.03ડબલ્યુ-6760ને લઈને જતા હતા.
ત્યારે માણાવદર રોડ પર રિક્ષા પલ્ટી મારી જતા ફરિયાદી ભરતભાઈના ભાઈ વિજયભાઈ વશરામભાઈ ગોહેલને ગંભીર ઈજા થતા મોત નોંધાયું હતું. જયારે ભરતભાઈ વશરામભાઈ ગોહેલની દિકરી ધારાને ઈજા થવા પામતા દવાખાને ખસેડવામાં આવી હતી. બનાવની તપાસ વંથલી પોલીસે હાથ ધરી હતી.