New Delhi,તા.04
બર્મિંઘમના એજબેસ્ટન ખાતે ત્રીજી જુલાઈએ ભારત સામે ઈંગ્લેન્ડ બીજી ટેસ્ટના બીજા દિવસે ભારતીય કેપ્ટન શુભમન ગિલે 269 રનની ઐતિહાસિક ઈનિંગ રમી હતી. શુભમન ગિલના શાનદાર પ્રદર્શનની ક્રિકેટ જગતે પ્રશંસા થઈ રહી છે. આ દરમિયાન પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહે ઈંગ્લેન્ડ સામે શુભમન ગિલની બેવડી સદીથી ખૂબ જ ખુશ છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું ‘શુભમન ગિલને સલામ! તમે બેવડી સદીના હકદાર હતા.’
ઉલ્લેખનીય ભારતીય ટીમને ઈંગ્લેન્ડ સામે લીડ્સ ટેસ્ટ મેચમાં 5 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ કારણે ભારતીય ટીમ સીરિઝ 0-1થી પાછળ રહી ગઈ. લીડ્સ ટેસ્ટ મેચમાં ભારતીય ખેલાડીઓની ફિલ્ડિંગ ખૂબ જ નબળી રહી હતી, જેની ચર્ચા કેપ્ટન શુભમન ગિલે પણ કરી છે. લીડ્સ ટેસ્ટ મેચમાં ભારતીય ખેલાડીઓએ પહેલી ઇનિંગમાં 6 અને બીજી ઇનિંગમાં 2 કેચ છોડ્યા હતા. આ કારણે મેચ યજમાન ઈંગ્લેન્ડના પક્ષમાં ગઈ. જો ભારતીય ટીમે તે કેચ છોડ્યા ન હોત તો તે મેચનું પરિણામ અલગ હોત.
ભારતીય કેપ્ટન શુભમન ગિલે અંગે પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહે ‘X’ પર લખ્યું, ‘શુભમન ગિલને સલામ! તમે સારું રમ્યા અને બેવડી સદીને હકદાર હતા, જ્યારે ઈરાદો સ્પષ્ટ હોય, ત્યારે કોઈ તમને રોકી શકતું નથી.’