Morbi,તા.04
મોરબીમાં આવેલ સિરામિક ફેકટરીમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે જેમાં પીપળી રોડ પર સેનેટરી કારખાનામાં કિલન બ્લાસ્ટ થયો હતો સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી તેમજ કિલન બ્લાસ્ટ ક્યાં કારણોસર થયો તે હાલ સ્પષ્ટ નહિ
મોરબીના પીપળી રોડ પરની વોટેરો સેનેટરી ફેકટરીમાં ગઈકાલે કિલન બ્લાસ્ટની ઘટના બની હતી ફેકટરીમાં નવી કિલન બેસાડવામાં આવી હતી અને કોઈ કારણોસર ઓચિંતો બ્લાસ્ટ થયો હતો કિલન બ્લાસ્ટ થતા પ્લાન્ટમાં તેમજ ફેકટરીના સ્ટ્રકચરને નુકશાની થવા પામી હતી બનાવમાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી