Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: આણંદપરમાં સરપંચના પુત્રએ સામાન્ય બોલાચાલીમાં પરિવાર ઉપર કર્યો જીવલેણ હુમલો

    September 7, 2026

    Rajkot: હનુમાન મંદિર પાછળ ચેકડેમમાં ન્હાવા પડેલા ચાર બાળકોના ડૂબી જવાથી મોત

    September 7, 2026

    Rajkot: રેલવે સ્ટેશનથી ૯.૨૩ લાખના ગાંજા સાથે શખ્સ ઝડપાયો

    September 7, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: આણંદપરમાં સરપંચના પુત્રએ સામાન્ય બોલાચાલીમાં પરિવાર ઉપર કર્યો જીવલેણ હુમલો
    • Rajkot: હનુમાન મંદિર પાછળ ચેકડેમમાં ન્હાવા પડેલા ચાર બાળકોના ડૂબી જવાથી મોત
    • Rajkot: રેલવે સ્ટેશનથી ૯.૨૩ લાખના ગાંજા સાથે શખ્સ ઝડપાયો
    • Rajkot: જુદા જુદા બે સ્થળે દારૂના દરોડા: 70 ચપલા અને 12 બોટલ દારૂ ઝડપાયો
    • Rajkot: માતાના ઠપકાથી પુત્રએ અને પતિ સાથે ઝઘડો થતા સગર્ભાએ ઘર તરછોડ્યું
    • Rajkot: જૂના ઝધડામા યુવાન પર હુમલો; બચવવા પડેલા ત્રણ મિત્રને માર પડ્યો
    • Rajkot: તહેવારમા છરી સાથે સાત અને નસામા વાહન ચલાવતા આઠ ઝડપાયા
    • બંધારણની કલમ 19 શાંતિપૂર્ણ અભિવ્યક્તિ અને રાજ્યની જવાબદારી પર ભાર મૂકે છે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, September 8
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad: નારણપુરા, સરખેજથી સાણંદ, થલતેજથી મણીપુર સુધી કરોડોનો વિકાસ ડૂબ્યો
    અમદાવાદ

    Ahmedabad: નારણપુરા, સરખેજથી સાણંદ, થલતેજથી મણીપુર સુધી કરોડોનો વિકાસ ડૂબ્યો

    Vikram RavalBy Vikram RavalJuly 24, 2026Updated:July 25, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    આંતરિક રસ્તાઓમાં ટ્રાફિક જામથી લોકો પોતાના કિંમતી સામાન સાથે વાહનો છોડી પાણી ડહોળતા ઘરે જવા મજબૂર બન્યા

    Ahmedabad, તા.૨૪

    લાંબા વિરામ અને અસહ્ય ગરમી, ઉકળાટ બાદ દક્ષિણ ગુજરાત સિવાયના રાજ્યના ભાગોમાં ગુરુવારે વહેલી સવારથી જ મેઘરાજાની અસાધારણ બેટિંગથી હેરિટેજ અને મેગા સિટીનો સૌથી વધારે વિકાસ ધરાવતો પશ્ચિમ અને નવા પશ્ચિમ અમદાવાદનો વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. આને કારણે ગરીબ અને તવંગર, નોકરિયાત અને ઉદ્યોગકારો, સૌને પાણીની વચ્ચેથી જ પસાર થવા મજબૂર થવું પડ્યું હતું. કરોડો રૂપિયાના બંગ્લોઝ અને ફ્લેટ્‌સના માલિકોને પાણીમાં ફસાયેલી મોંઘીદાટ ગાડીઓને છોડીને ઘુંટણ સમાન પાણીમાં ચાલતા જવાની ફરજ પડી હતી. સમગ્ર વિસ્તારમાં નાની મોટી તમામ ગલીઓ અને રાજમાર્ગોમાં દ્વીચક્રી વાહનો તો ચલાવી જ ન શકાય તેવી સ્થિતિ સર્જાઇ હતી. બપોર પછી શરૂ થયેલા વરસાદે બાકી રહેલી કસર પૂરી કરી દેતાં પોશગણાતા વિસ્તારોની સ્થિતિ દયનીય બનાવી દીધી હતી. આ વિસ્તારની આશરે પોણા લાખ વસતિ પાણીમાં રહેવા મજબૂર બની છે. હજુ વરસાદનું રૌદ્ર સ્વરૂપ યથાવત છે અને આખી રાત આ વિસ્તારના લોકોને ઉજાગરો કરવો પડે તે નિશ્ચિત છે.વહેલી સવારથી શાળા-કોલેજો, નોકરી ધંધે જવા નીકળેલા લોકોને પોતાના ઘરે પરત ફરવામાં કલાકો સુધી એસજી હાઇવે અને અંદરના રસ્તાઓમાં ટ્રાફિક જામમાં ફસાવવું પડ્યું હતું. ખાસ કરીને એસજી હાઇવે અને આસપાસના વિસ્તારોમાં આવેલી નામાંકિત શાળાઓમાં ભણવા માટે ગયેલા બાળકોને લેવા જવા માટે વાલીઓએ દોટ મુકી હતી. આને કારણે એમના દ્વીચક્રી વાહનો રસ્તામાં ખોટકાઇ જતાં બાળકો સાથે વાલીઓને પાણી ડહોલીને માંડ માંડ પોતાના સલામત રીતે ઘરે પહોંચ્યા હતા. અનેક શાળાઓએ શિક્ષણકાર્ય બંધ કરીને વિદ્યાર્થીઓને શાળામાં જ રાખી વાલીઓ અથવા નોંધાયેલી રિક્ષાઓ, વાન આવે તેમ તેમ પરત મોકલ્યા હતા. પરંતુ એ પણ ખોટકાતા રસ્તાઓમાં સ્વયંસેવકો, નાગરિકોની મદદથી એમને વાલીઓ સાથે સંપર્ક કરાવીને સલામત રવાના કરાયા હતી.શહેરના સાબરમતી, નારણપુરા, મેમનગર, થલતેજ, બોડકદેવ, વસ્ત્રાપુર, બોપલ, શેલા,ઘુમા, આંબલી, મણીપુરથી લઇને છેક સાણંદ સુધી મેઘરાજાની અવિરત બેટિંગથી ભારે મોટી તબાહીના દ્રષ્યો સર્જાયા હતા. નારણપુરા ગામ, હાઉસિંગનો વિસ્તાર, બીઆરટીએસ રોડ, રિંગ રોડ, થતલેજ પીવીઆરની પાછળના વિસ્તારો, શીલજ રેલવે ઓવરબ્રિજની આસપાસના વિસ્તારોમાં આવેલી મોંઘીદાટ સોસાયટીઓ, એપાર્ટમેન્ટ્‌સમાં સવારથી જ જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. આ પાણી ઓસરે એ પહેલાં તો બપોર પછી ફરીથી અવિરત સાંબોલાધાર વરસાદે લોકોની હાલત દયનીય કરી દીધી હતી.શીલજથી રિંગરોડ, બોપલથી રિંગ રોડના માર્ગો આસપાસમાં નવા બની રહેલા અને અગાઉથી બનેલા રહેણાક વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાઇ ગયા હતા. અનેક સોસાયટીઓમાં તો બંગલાઓ, મકાનોમાં પાણી ભરાઇ જતાં લોકોનો કિંમતી સામાન પલળી ગયો હતો. બોપલથી સાયન્સ સિટી, રાજપથ ક્લબ, કર્ણાવતી ક્લબની પાછળના ભાગોમાં આવેલા કરોડો રૂપિયાના બંગ્લોઝ, ફલેટ્‌સ ધારકોની હાલત સૌથી વધારે કફોડી બની હતી. આ વિસ્તારોમાં ઓછામાં ઓછી ૩૦૦થી વધારે મોંઘી ગાડીઓ પાણીમાં ફસાઇને બંધ પડી ગઇ હતી. આ તરફ સ્ટર્લિંગ સિટી ૧ અને ૨ પણ પાણીમાં ગરકાવ થઇ ગયાની વિગતો મળી છે.

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleFranceમાં ગરમીને કારણે ૨૦ દિવસમાં ૨૧૬૭૪ લોકોનાં મોત
    Next Article ગુજરાતમાં પ્રથમવાર GCTOC હેઠળ ઐતિહાસિક કાર્યવાહી
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad: શ્રાવણના છેલ્લા સોમવારે મહાદેવના દરબારમાં ભક્તોની ભીડ,વિવિધ કાર્યક્રમોનું આયોજન

    September 7, 2026
    અમદાવાદ

    Ahmedabad: પરિણીતાને દીકરીને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મનો આરોપ, પાડોશી સામે ફરિયાદ

    September 7, 2026
    અમદાવાદ

    Ahmedabad: થલતેજમાં માતાની નજર સામે ૧૨ વર્ષની બાળકીનું મોતઃ એક્ટિવાને ડમ્પરે અડફેટે લીધી, ચાલકની ધરપકડ

    September 7, 2026
    અમદાવાદ

    Ahmedabad: શાળામાં ધોરણ-૮ના વિદ્યાર્થીને તીક્ષ્ણ ઘા, હાથમાં ૧૫ ટાંકા સીસીટીવી બંધ મળતાં સવાલો ઉભા થયાં

    September 7, 2026
    અમદાવાદ

    Ahmedabad રિક્ષા-ટેક્સીચાલકોની ચાર દિવસીય હડતાળ શરૂ થતાં શહેરના રોજિંદા પરિવહન પર સીધી અસર પડી

    September 7, 2026
    અમદાવાદ

    Chaitar Vasava ને મળી રાહત, હાઈકોર્ટે મંજૂર કર્યા વચગાળાના શરતી જામીન

    September 7, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹154,060
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,220
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹231,760
    લાઈવ રેટ્સ • અપડેટ: 08-09-2026 02:36
    Categories
    Latest News

    Rajkot: આણંદપરમાં સરપંચના પુત્રએ સામાન્ય બોલાચાલીમાં પરિવાર ઉપર કર્યો જીવલેણ હુમલો

    September 7, 2026

    Rajkot: હનુમાન મંદિર પાછળ ચેકડેમમાં ન્હાવા પડેલા ચાર બાળકોના ડૂબી જવાથી મોત

    September 7, 2026

    Rajkot: રેલવે સ્ટેશનથી ૯.૨૩ લાખના ગાંજા સાથે શખ્સ ઝડપાયો

    September 7, 2026

    Rajkot: જુદા જુદા બે સ્થળે દારૂના દરોડા: 70 ચપલા અને 12 બોટલ દારૂ ઝડપાયો

    September 7, 2026

    Rajkot: માતાના ઠપકાથી પુત્રએ અને પતિ સાથે ઝઘડો થતા સગર્ભાએ ઘર તરછોડ્યું

    September 7, 2026

    Rajkot: જૂના ઝધડામા યુવાન પર હુમલો; બચવવા પડેલા ત્રણ મિત્રને માર પડ્યો

    September 7, 2026
    Search
    Main News

    Mallikarjun Kharge એ બેરોજગારી અને પેપર લીક પર પીએમ મોદી પર હુમલો કર્યો

    September 7, 2026

    Sachin Pilot સામે મોટો પડકાર, તેઓ રાહુલ ગાંધીની પંજાબ મુલાકાત પહેલાં કોંગ્રેસના વિભાજનને દૂર કરી શકશે?

    September 7, 2026

    Ahmedabad રિક્ષા-ટેક્સીચાલકોની ચાર દિવસીય હડતાળ શરૂ થતાં શહેરના રોજિંદા પરિવહન પર સીધી અસર પડી

    September 7, 2026

    Chaitar Vasava ને મળી રાહત, હાઈકોર્ટે મંજૂર કર્યા વચગાળાના શરતી જામીન

    September 7, 2026

    બળવાખોરી Asim Munir માટે દુઃખદ મુદ્દો બની ગઈ, દર મહિને ૧૨૦ સુરક્ષા કર્મચારીઓ માર્યા ગયા

    September 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: આણંદપરમાં સરપંચના પુત્રએ સામાન્ય બોલાચાલીમાં પરિવાર ઉપર કર્યો જીવલેણ હુમલો

    September 7, 2026

    Rajkot: હનુમાન મંદિર પાછળ ચેકડેમમાં ન્હાવા પડેલા ચાર બાળકોના ડૂબી જવાથી મોત

    September 7, 2026

    Rajkot: રેલવે સ્ટેશનથી ૯.૨૩ લાખના ગાંજા સાથે શખ્સ ઝડપાયો

    September 7, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.