Islamabad, તા. 5
વિશ્વમાં સોફટવેર જાયન્ટ તરીકે ઓળખાતા અને દરેક કોમ્પ્યુટર અને લેપટોપમાં હાજરી ધરાવતા માઇક્રોસોફટ એ હવે પાકિસ્તાનમાંથી તેની હાજરી ન રહે તે નિશ્ચિત કર્યુ છે.
અમેરિકાની આ જાયન્ટ કંપનીએ પાકિસ્તાનમાંથી તેનુ કામકાજ બંધ કરવા નિર્ણય લીધો છે. છેલ્લા કેટલાક વર્ષથી તે પાકિસ્તાનમાં ધીમે ધીમે પોતાના સ્ટાફ અને તેના કામકાજને ઘટાડી રહી છે.
2000ના વર્ષમાં માઇક્રો સોફટએ અહીં પોતાનું એક હેડ કવાર્ટર ખોલ્યુ હતું. માઇક્રોસોફટે પોતે શા માટે પાકિસ્તાન છોડી રહ્યું છે તેની કોઇ માહિતી જાહેર કરી નથી. પરંતુ તેના સત્તાવાર હેડકવાર્ટરના શટર પડી ગયા છે અને હવે ફકત પાંચ લોકોના સ્ટાફ સાથે અહીં લાયઝન કચેરી રહેશે.
ટેક રડારના અહેવાલ મુજબ માઇક્રો સોફટનું પુરેપુરૂ કામકાજ પાકિસ્તાન બહાર ખસેડાઇ ગયું છે. આ અંગે પાકિસ્તાનમાં માઇક્રોસોફટના એક સમયના હેડ કે જેઓએ પ્રથમ કચેરી ખોલી હતી તેઓએ પોતાની લીંકડઇન પોસ્ટમાં એક યુગનો અંત આવ્યો હોવાનું લખ્યું છે.
ઉમેર્યુ હતું કે મને આજે ખબર પડી છે કે માઇક્રોસોફટે સત્તાવાર રીતે પાકિસ્તાનમાં તેનું કામકાજ બંધ કર્યુ છે અને છેલ્લા જે કેટલાક કર્મચારી હતા તેને ગુડબાય કહી દેવામાં આવ્યું છે તેમણે લખ્યું કે 25 વર્ષ પહેલા માઇક્રોસોફટના પાકિસ્તાન ઓપરેશનનો પ્રારંભ કરવાનું સન્માન મને મળ્યું હતું