Uttar Pradesh,તા.05
ઉત્તર પ્રદેશના ખૈરાહી ગામમાં રામજતન નામના પુત્રએ તેના 65 વર્ષના પિતાને લાકડીથી મારી-મારીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. પુત્રને સંદેહ હતો કે તેના પિતા તેની અને પત્ની પર કોઈક કાળો જાદુ કરી રહ્યા છે.
જેને કારણે તેમને સંતાનપ્રાપ્તિ નથી થઈ રહી. આ જ શંકાને કારણે તેણે લાકડીઓ મારીને પિતાની હત્યા કરી દીધી હતી.રામજતનનાં લગ્નને ઘણાં વર્ષો થઈ ગયાં હતાં, પરંતુ તેને બાળક નહોતું થતું.
તેને લાગતું હતું કે તેનાં માતા-પિતા અવારનવાર કાળો જાદુ તેમના પર કરતાં હતાં જેથી પત્નીને સંતાન નહોતું થતું.