New Delhi,તા.5
અમેરીકા સાથે ભારતના ટેરીફ કરાર મુદ્દે વાટાઘાટોમાં હવે નિર્ણાયક સમય આવ્યો છે અને હાલમાં જ વ્યાપાર મંત્રી પીયુષ ગોયલે દાવો કર્યો કે ભારત કોઈ ડેડલાઈન કે દબાણ આગળ ઝુકીને અમેરીકા સાથે વ્યાપાર કરાર નહીં કરે.
તે વચ્ચે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતાની જવાબદારી સંભાળતા રાહુલ ગાંધીએ એક ટયુટમાં જણાવ્યું કે, મોદી સરકાર અમેરિકાના દબાણમાં આવીને ટ્રમ્પ દ્વારા નકકી કરાયેલ ટેરીફ ડેડલાઈન સામે ઝુકી જશે.
તેમણે કહ્યું કે, લખી લો ભારત માટે આ ડેડલાઈન વધશે નહીં અને વડાપ્રધાન મોદીએ ટ્રમ્પના દબાણ સામે ઝુકવું પડશે.