New Delhi તા.7
રિયાધ (સાઉદી અરેબિયા) થી દિલ્હી આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI926 ને જયપુર એરપોર્ટ તરફ વાળવામાં આવી હતી.
આ ફ્લાઇટ રવિવારે સાંજે 5 વાગ્યા પછી રિયાધથી રવાના થઈ હતી અને રાત્રે 1 વાગ્યે દિલ્હીના IGI એરપોર્ટ પર ઉતરવાની હતી, પરંતુ તેને જયપુર એરપોર્ટ પર ઉતારવામાં આવી હતી.
હાલમાં ફ્લાઇટને ડાયવર્ટ કરવાનું કારણ સ્પષ્ટ નથી. એર ઇન્ડિયા દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.