ભાવનગર શહેર અને જિલ્લામાં નિકળેલા આ ઝુલુસમાં હિન્દુ મુસ્લિમ જ્ઞાાતિના શ્રધ્ધાળુઓ આસ્થાભેર જોડાયા હતા અને તાજીયાના દિદાર કર્યા હતા અને માનતાઓ પણ ઉતારી દુવાઓ કરી હતી. આ વેળા કોમી એકતા અને ભાઈચારા તેમજ એખલાસનો માહોલ જોવા મળ્યો હતો. તાજીયાના રૂટ પર ઠેરઠેર શબીલ એ હુસૈન બનાવી લોકોેને ઠંડા પાણી, શરબત, દૂધ કોલ્ડ્રિંકસ અને ન્યાઝનું વિતરણ કરાયુ હતુ. ભાવનગર શહેરમાં ૩૫ ઉપરાંત, વરતેજમાં ૪, ઘોઘામાં ૧૨, વેળાવદરમાં ૧, મહુવામાં૩૧, તળાજામાં ૭, મહુવા ગ્રામ્યમાં ૪,ખુટવડા, બગદાણા, પાલિતાણા ટાઉન,રૂરલ, જેસર, ગારિયાધારમાં ૩, સિહોરમાં ૫, બુઢણામાં ૧,વલ્લભીપુરમાં ૩, ઉમરાળામાં ૪ સહિત સમગ્ર શહેર અને જિલ્લામાં કુલ ૧૨૭ જેટલા મુખ્ય તાજીયાના ઝુલુસો નિકળ્યા હતા.આંબાચોકમાં શાનદાર શોકસભા તથા માતમી ઝુલુસ નિકળ્યુ હતુ. દરમિયાન ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનોએ પવિત્ર તાજીયાના દર્શન કરી કરબલાના શહિદોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.જયારે બોટાદ શહેરના લીમડા ચોક, દિનદયાળ ચોક, ટાવર રોડ,સ્ટેશન રોડ, જયોતિગ્રામ સર્કલ સહિતના સ્થળોએ ઝુલુસ નિકળ્યા હતા.
Trending
- Jaish-e-Mohammed ના આતંકવાદી મુફ્તી અબ્દુલ રઉફ અસગરે જેહાદ અંગે ઝેરી નિવેદન આપ્યું
- TMC MP Kalyan Banerjee સાયબર છેતરપિંડીનો ભોગ બન્યા; SBI ખાતામાંથી ૫૬ લાખ રૂપિયા ઉપાડી લીધા
- પાંડવો સત્ય માટે લડ્યા, ભાજપ જુઠ્ઠાણા માટે લડી રહ્યું છે,Sukhwinder Singh Sukhu
- Maharashtra બીડમાંથી આશરે ૧.૫ કરોડની વ્હેલની ઉલટી મળી; ૨ લોકોની ધરપકડ
- Rahul and Tejashwi સીમાંચલને ઘુસણખોરોનું કેન્દ્ર બનાવવા માંગે છે,Amit Shah
- Advani ૯૮ વર્ષના થયા, પીએમ મોદીએ જન્મદિવસની શુભેચ્છા પાઠવી; તેમને ’મહાન દ્રષ્ટિકોણ ધરાવતા રાજકારણી’ ગણાવ્યા
- જો સારા બિહાર વિશે વાત કરવી એ યદુમુલ્લા રહેવામાં છે, તો મને યદુમુલ્લા રહેવામાં કોઈ વાંધો નથી,Khesari Lal
- PM મોદીએ વારાણસીથી એક સાથે ચાર નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી આપી

