રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૭.૦૭.૨૦૨૫ ના રોજ..
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૩૪૩૨ સામે ૮૩૩૯૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૩૨૬૨ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૫૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૯ પોઈન્ટના ઉછાળા સાથે ૮૩૪૪૨ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૫૪૦ સામે ૨૫૫૨૮ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૫૪૭૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૯૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧.૨૦ પોઈન્ટના ઘટાડા સાથે ૨૫૫૩૮ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી દિવસોમાં જે તે દેશો પર લાગુ થનારા ટેરિફ જાહેર કરનાર હોઈ એના પર વિશ્વની નજર વચ્ચે આજે સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે વૈશ્વિક બજારોમાં નરમાઈ સાથે ભારતીય શેરબજાર પણ ઘટાડા સાથે બંધ રહ્યું હતું. ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડિલ ફાઈનલ થઈ ગઈ હોવાના અને ભારત કૃષિ અને ડેરી ક્ષેત્રે આયાત અંકુશો દૂર નહીં કરવા મક્કમ હોવાના અહેવાલ સાથે ભારતની તરફેણમાં ડિલ રહેવાની અને ભારતની અમેરિકામાં નિકાસો આગામી દિવસોમાં બમણી થવાની અપેક્ષાના અહેવાલ વચ્ચે ભારતીય શેરબજારમાં આજે બે તેરફી અફડાતફડીમાં અંતે ઉછાળે સાવચેતીનો માહોલ રહ્યો હતો.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, વૈશ્વિક સ્તરે વેપાર કરારની ચિંતાઓને સોમવારે અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો નબળો પડ્યો હતો, જયારે ઓપેક તથા સાથી પક્ષોની વર્ચ્યુલ બેઠક પૂર્વે ક્રુડ તેલના ભાવ સ્થિર રહ્યા હતા.
સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૩૩% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એફએમસીજી, યુટિલિટીઝ, પાવર, ઓઈલ એન્ડ ગેસ, એનર્જી, સર્વિસીસ અને રિયલ્ટી શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૨૬૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૩૬૪ અને વધનારની સંખ્યા ૧૭૦૭ રહી હતી, ૧૯૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બીએસઈ સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે હિંદુસ્તાન યુનિલિવર ૩.૦૧%, કોટક બેન્ક ૧.૦૭%, ટ્રેન્ટ ૦.૯૪%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૦.૯૦%, આઈટીસી લિ. ૦.૮૭%, એશિયન પેઈન્ટ ૦.૭૭%, ભારતી એરટેલ ૦.૭૫%, અદાણી પોર્ટ્સ ૦.૭૧% અને પાવર ગ્રીડ કોર્પોરેશન ૦.૬૫% વધ્યા હતા, જયારે ભારત ઈલેક્ટ્રોનિક્સ ૨.૪૬%, ટેક મહિન્દ્ર ૧.૮૩%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૧.૨૮%, મારુતિ સુઝુકી ૧.૦૭%, ઈટર્નલ લિ. ૧.૦૦%, ઈન્ફોસિસ લિ. ૦.૯૩%, એચસીએલ ટેકનોલોજી ૦.૮૬%, સ્ટેટ બેન્ક ૦.૬૦% અને આઈસીઆઈસીઆઈ બેન્ક ૦.૫૩% ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં બે તરફી અફડાતફડી સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૦.૨૨ લાખ કરોડ ઘટીને ૪૬૧.૦૧ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૧૨ કંપનીઓ વધી અને ૧૮ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, વિશ્વ એક તરફ ઈરાન-ઈઝરાયેલ યુદ્વ વિરામથી રાહતનો શ્વાસ લઈ રહ્યું હતું અને રશીયા-યુક્રેન મામલો થાળે પડવાની અપેક્ષા હતી, પરંતુ રશીયાના યુક્રેન પર વધતાં હુમલા અને ગાઝામાં ઈઝરાયેલની યુદ્વ કાર્યવાહી ચાલુ રહેતાં અને હવે અફઘાનિસ્તાનની તાલિબાન સરકારને રશીયાની માન્યતા મળતાં અને ચાઈનાના સમર્થનના અહેવાલોએ અમેરિકાની ટ્રમ્પ સરકાર પરની ભીંસ વધારવાના પ્રયાસોને જોતાં ફરી યુદ્વનું ટેન્શન વધવાનું જોખમ છે. આ સામે ટ્રમ્પની ટેરિફનું શસ્ત્ર અવારનાવર ઉગામતા રહીને દેશોને ટ્રેડ ડિલ કરવા મજબૂર કરવાની નીતિથી સાથે અમેરિકાની ચાઈના સાથે ટ્રેડ ડિલ છતાં વિયેતનામ સાથે ડિલ અને રશીયા, ચાઈના અને ઈરાન સહિતના દેશો એકછત્ર હેઠળ આવતાં હોવાને જોતાં અને ભારત પણ કૂટનીતિમાં આ દેશો માટે સોફ્ટ કોર્નર રાખીને અમેરિકા પરની ભીંસ વધારવાના પ્રયાસ કરી શકે છે.
આ બદલાતાં સમીકરણો વચ્ચે અમેરિકા માટે ભારતનું મહત્વ વધી જવાની અને અમેરિકાની ભારત પર ટ્રેડ ડિલમાં કૃષિ અને ડેરી જેવા ક્ષેત્રોને અમેરિકા માટે ખોલવાની દબાણની નીતિ અમેરિકા છોડી શકે છે. જેને જોતાં ટ્રેડ ડિલમાં ભારતનો હાથ ઉપર રહેવાની એક શકયતા આગામી સપ્તાહમાં ફળીભૂત થવાના સંજોગોમાં બજારમાં તેજીનો દોર આગળ વધવાની શકયતા રહેશે. ૯, જુલાઈની ટ્રેડ ડિલની ડેડલાઈનને લઈ આગામી સપ્તાહમાં ભારત-અમેરિકા વચ્ચે ડિલ જાહેર થવા પર વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારની નજર રહેશે. ચોમાસાની દેશમાં સારી પ્રગતિ જોતાં અને કોર્પોરેટ ઈન્ડિયાની જૂન ૨૦૨૫ના અંતના ત્રિમાસિકની કામગીરી જાહેર થનાર હોઈ આગામી દિવસોમાં બજાર સ્ટોક સ્પેસિફિક ચાલ સાથે ઈન્ડેક્સ બેઝડ અફડાતફડી બતાવી શકે છે.
તા.૦૮.૦૭.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
- તા.૦૭.૦૭.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૫૫૩૮ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૫૬૭૬ પોઈન્ટના પ્રથમ અને ૨૫૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૫૪૭૪ પોઈન્ટ થી ૨૫૪૦૪ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૫૬૭૬ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!
હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ
- આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૧૪૪૨ ) :- પ્રાઇવેટ બેન્ક સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૪૨૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૪૦૮ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૪૫૬ થી રૂ.૧૪૬૪ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૪૭૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- ગોદરેજ કન્ઝ્યુમર ( ૧૨૭૬ ) :- ગોદરેજ ગ્રુપના આ સ્ટોક રૂ.૧૨૪૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૨૩૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૨૮૮ થી રૂ.૧૨૯૩ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
- ઓરબિંદો ફાર્મા ( ૧૧૮૫ ) :- રૂ.૧૧૬૦ નો પ્રથમ તેમજ રૂ.૧૧૪૪ બીજા સપોર્ટથી ફાર્મા સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૧૯૭ થી રૂ.૧૨૦૯ આસપાસ તેજી તરફી રુખ નોંધાવે તેવી શક્યતા છે…!!
- જેએસડબ્લ્યુ સ્ટીલ ( ૧૦૪૪ ) :- આયર્ન એન્ડ સ્ટીલ સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૫૬ થી રૂ.૧૦૭૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૯૯૪ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
- અદાણી ગ્રીન ( ૯૯૬ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા પાવર જનરેશન સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૯૬૫ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૧૦૧૩ થી ૧૦૨૦ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- ઈન્ફોસીસ લિ. ( ૧૬૩૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૬૬૩ આસપાસ વેચવાલી થકી રૂ.૧૬૧૬ થી રૂ.૧૬૦૬ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૬૭૦ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
- સિપ્લા લિ. ( ૧૫૧૪ ) :- રૂ.૧૫૪૭ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૫૬૦ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૪૯૭ થી રૂ.૧૪૮૮ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૫૬૬ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- વોલ્ટાસ લિ. ( ૧૩૭૦ ) :- હાઉસહોલ્ડ એપ્લાયેન્સીસ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૪૦૮ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૩૫૫ થી રૂ.૧૩૩૦ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- ભારત ફોર્જ ( ૧૩૦૬ ) :- ઓટો કમ્પોનન્ટ્સ અને ઇક્વિપ્મેંટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૩૩૪ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૨૮૮ થી રૂ.૧૨૭૩ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૪૦ નો સપોર્ટ ધ્યાને લેવો…!!!
- જીન્દાલ સ્ટીલ ( ૯૫૬ ) :- રૂ.૯૭૭ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૯૮૪ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૯૩૭ થી રૂ.૯૧૯ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૯૯૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!