Jamnagar તા ૮
રાજપુત સમાજને થઈ રહેલા કથિત હળાહળ અન્યાય તેમજ રાજપૂત સમાજના અગ્રણી પી.ટી. જાડેજાની કરવામાં આવેલી ધરપકડ તથા તેમની સામે હાથ ધરવામાં આવેલી પાસાની કાર્યવાહી સંદર્ભે સમગ્ર રાજ્ય સાથે જામનગર અને દેવભમિ દ્વારકા જિલ્લામાં પણ વિરોધની લાગણી જોવા મળી રહી છે.
જેને અનુલક્ષીને આજ મંગળવાર તા. ૮ જુલાઈના રોજ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ક્ષત્રિય સમાજ દ્વારા રેલી તેથી તથા આવેદન પત્રના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મંગળવારે બપોરે ૪ વાગ્યે જામનગરમાં ક્રિકેટ બંગલો નજીક આવેલા મહારાણા પ્રતાપ સર્કલ પાસેથી રેલીની શરૂઆત થશે. જે-જુદા જુદા માર્ગ ઉપર ફરી અને જામનગર જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવશે. આ રેલીમાં-સહભાગી થવા સમગ્ર હાલાર પંથકના રાજપૂત સમાજના-આગેવાનો, હોદ્દેદારો તેમજ કાર્યકરોને જામનગર રાજપૂત-સેવા સમાજ તેમજ સર્વે સંસ્થા વતી અનુંરોધ કરાયો છે.