Mumbai,તા.27
પ્રભાસ અભિનિત તેમજ ફિલ્મસર્જક સંદીપ રેડ્ડી વાંગાની આગામી એક્શન થ્રિલર ‘સ્પિરિટ’માં કેટરિના કૈફ કેમિયો કરી રહી હોવાની તાજેતરમાં શરુ થયેલી ચર્ચાને નકારી કાઢવામાં આવી છે.
ફિલ્મ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર આ અટકળો ખોટી અને ગેરમાર્ગે દોરનારી છે. તેમણે જણાવ્યું કે કેટરીનાને હાઈ પ્રોફાઈલ સાથે સાંકળતા આ અહેવાલોમાં કોઈ સચ્ચાઈ નથી.
અટકળો અનુસાર કેટરીના ફિલ્મમાં વિશેષ ભૂમિકા નિભાવશે, પણ પછી સૂત્રોએ ચોખવટ કરી કે આ દાવા સમગ્રપણે પુષ્ટી ન કરાયેલ માહિતી પર આધારીત છે અને તેનો કોઈ ઠોસ આધાર નથી.
આ પ્રથમવાર નથી જ્યારે કેટરીનાની સમાવિષ્ટતા બાબતે ખોટી જાણકારી સામે આવી હોય. અગાઉ એક ઓટીટી પ્રોજેક્ટ દ્વારા તેની વાપસી બાબતેની અફવા પણ તેની ટીમે નકારી દીધી હતી. હાલ તો અભિનેત્રી તેના પુત્રના ઉછેર પર ધ્યાન આપી રહી છે.

