Ahmedabad,તા.10
સ્માર્ટવર્ક્સ કોવર્કિંગ સ્પેસીસ લિમિટેડ (“Smartworks” or “The Company”) ગુરૂવાર, 10 જુલાઈ, 2025ના રોજ ઇક્વિટી શેર્સના તેના આઈપીઓના સંદર્ભે બિડ/ઓફર (“Offer”) ખોલવાની દરખાસ્ત કરે છે.
કુલ ઓફર સાઇઝમાં રૂ. 4,450 મિલિયન સુધીની રકમના કંપની દ્વારા ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ (the “Fresh Issue”) અને કંપનીના કેટલાક વર્તમાન શેરધારકો દ્વારા 33,79,740 સુધીના ઇક્વિટી શેર્સના વેચાણ માટેની ઓફર (“Offer for Sale”)નો સમાવેશ થાય છે (the “Total Offer Size”).
કંપની તેના દ્વારા મેળવવામાં આવેલા રૂ. 1,140 મિલિયન સુધીની રકમના કેટલાક બાકી દેવાની સંપૂર્ણ કે અંશતઃ ચૂકવણી કે પૂર્વચૂકવણી કે રિડમ્પશન માટે, રૂ. 2,258.40 મિલિયનની રકમ નવા સેન્ટર્સમાં ફિટ-આઉટ્સ માટે મૂડી ખર્ચ માટે તથા નવા સેન્ટર્સમાં સિક્યોરિટી ડિપોઝીટ્સ માટે તેમજ બાકીની રકમ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ઉપયોગ કરવાની યોજના ધરાવે છે (the “Objects of the Offer”).
એન્કર ઇન્વેસ્ટર બિડ/ઓફર બુધવાર, 9 જુલાઈ, 2025ના રોજ ખૂલશે અને બંધ થશે. બિડ/ઓફર ગુરુવાર, 10 જુલાઈ, 2025ના રોજ ખૂલશે અને સોમવાર, 14 જુલાઈ, 2025ના રોજ બંધ થશે.
ઓફર માટેનો પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેર દીઠ રૂ. 387થી રૂ. 407 નક્કી કરવામાં આવ્યો છે. બિડ્સ લઘુતમ 36 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 36 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાશે.
આ ઇક્વિટી શેર્સ નવી દિલ્હીમાં રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ, દિલ્હીમાં 4 જુલાઈ, 2025ના રોજ ફાઇલ કરાયેલા કંપનીના રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દ્વારા ઓફર કરવામાં આવી રહ્યા છે (The “RoC”).
4 જુલાઈ, 2025ના રોજ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દ્વારા ઓફર કરવામાં આવેલા ઇક્વિટી શેર્સ બીએસઈ લિમિટેડ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ જેવા શેરબજારો પર લિસ્ટ કરવાની યોજના છે. ઓફરના હેતુઓ માટે એનએસઈ નિયુક્ત શેરબજાર રહેશે.
જેએમ ફાઇનાન્શિયલ લિમિટેડ, બીઓબી કેપિટલ માર્કેટ્સ લિમિટેડ, આઈઆઈએફએલ કેપિટલ સર્વિસીઝ લિમિટેડ (અગાઉની આઈઆઈએફએલ સિક્યોરિટીઝ લિમિટેડ) અને કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ આ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર છે.