સંપૂર્ણ રીસર્ફેસીંગ થયું હોવા છતા સળીયા દેખાયા હતા અને ખાડા પડી ગયા હતા
Vadodara તા.10
વડોદરા નજીકના ગંભીરા બ્રીજ દુર્ઘટના મામલે મોટો ખુલાસો થયો છે 2022માં આ બ્રીજ નબળો થઈ ગયાનો રીપોર્ટ આવ્યા બાદ રાજય સરકારે ગયા વર્ષે જ તેના સમારકામ માટે 1.18 કરોડનો જંગી ખર્ચ કર્યો હોવાનું બહાર આવ્યું છે. મોટા ખર્ચે રીપેરીંગ કરાવવા છતા આ દુર્ઘટના સર્જાઈ હતી.
એટલું જ નહીં બ્રીજની સ્ટ્રકચર નબળુ પડી ગયુ હોવા છતા કન્સલટન્ટ દ્વારા કોઈ સુચના કરવામાં આવ્યું ન હતું. સુરતની ધ્રુવીલ પટેલ નામની એજન્સીને સમારકામનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો.
એજન્સીએ જુલાઈ 2024 સુધીમાં બ્રીજના પેરાપેટ તથા રીસર્ફેસીની કામગીરી પૂર્ણ કરી હતી. એક વર્ષ પૂર્વે જ રીસર્ફેસીંગ કરાયુ હોવા છતા ગત એપ્રીલમાં બ્રીજમાં સળીયા દેખાવા લાગ્યા હતા અને તેનો વિડીયો પણ વાયરલ થયો હતો એટલું જ નહીં બ્રીજ તથા એપ્રોચ રોડ પર મસ મોટા ખાડા પણ પડી ગયા હતા.