New Delhi,તા.10
દેશના પાટનગર નવીદિલ્હી સહિતના ઉતર ભારતના અનેક વિસ્તારોમાં આજે સવારે 9-04 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો જેના કારણે લોકો ભગરાટમાં ઘરની બહાર નીકળી ગયા હતા
લગભગ 10 સેકન્ડ સુધી ચાલેલા આ આંચકાની અસર પાટનગર દિલ્હી ઉપરાંત હરીયાણામાં પણ અનુભવાઈ છે જેનું ભૂમી બીંદુ હરીયાણાના ઈજજરમાં હોવાનું અને આ આંચકો 4.4ની તીવ્રતાનો હોવાનું નોંધાયું છે.
દિલ્હી ઉપરાંત નોઈડા, ગાજીયાબાદ, ગુરૂગ્રામ, ફરીદાબાદ, જીન્દ, રોહતક, ભીવાની, ઈજજર, બાદુરગઢમાં તીવ્રતાની અસર વધુ દેખાતી હતી દિલ્હીમાં લોકોએ હળવી ધ્રૂજારી અનુભવી હતી.
ભૂકંપનું ભૂમી બીંદુ જયાં ઈજજરમાં હતું તેમાં સવારે 9.07 મીનીટે પ્રથમ અને 9.10 મીનીટે બીજો હળવો આંચકો લાગ્યો હોવાનું રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રમાં નોંધાયું છે.
આમ એપી સેન્ટરમાં બે આંચકા લાગ્યા હતા તેવું જણાવાયું છે. દિલ્હીમાં લોકોએ હળવી ધ્રુજારી અનુભવી હતી પરંતુ મેટ્રોને આ પ્રકારની સ્થિતિમાં અપાયેલી સુચના મુજબ બે કે ત્રણ મીનીટ માટે રોકી દેવાઈ હતી. હરીયાણાનું ઈજજર પ્રથમ વખત આ પ્રકારના ભૂકંપનું ભૂમીબીંદુ બન્યુ હોવાનું માનવામાં આવે છે. પશ્ચિમી યુપીમાં પણ તેની અસર હતી.