Mumbai,તા.10
IMDb એટલે કે ઇન્ટરનેટ મૂવી ડેટાબેઝ એ ફિલ્મો, ટીવી-શો, વેબ-સિરીઝ અને સેલિબ્રિટીઝ વિશે માહિતી આપતું એક લોકપ્રિય ઑનલાઇન પ્લેટફોર્મ છે.તાજેતરમાં IMDbએ 2025ની સૌથી લોકપ્રિય ભારતીય ફિલ્મોની યાદી જાહેર કરી છે જેમાં 1 જાન્યુઆરીથી 1 જુલાઈ 2025ની વચ્ચે એમ પહેલા છ મહિનામાં રિલીઝ થયેલી ફિલ્મોનો સમાવેશ થાય છે.
આ યાદીમાં એવી ફિલ્મોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેને ઓછામાં ઓછા દસ હજાર વોટ મળ્યા હોય, જેનું IMDb યુઝર રેટિંગ 6 કે એથી વધુ છે. આ યાદીમાં બોલીવુડની તેમ જ સાઉથની ફિલ્મોનો સમાવેશ થાય છે.તાજેતરમાં જાહેર થયેલા લિસ્ટમાં વિકી કૌશલે ’છાવા’થી બાજી મારી છે, જ્યારે સલમાન ખાનની ’સિકંદર’ આ યાદીમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહી છે.