Bhavnagar,તા.10
શહેરના વડવા ચાવડી ગેટ વિસ્તારમાં આવેલ બે માળના મકાનમાંથી વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે નિલમબાગ પોલીસે બુટલેગરને રૂ.૬.૪૩ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.
નિલમબાગ પોલીસે વડવા ચાવડી ગેટ વિસ્તારમાં આવેલ બે માળના મકાનમાં વિદેશી દારૂનું વેચાણ થતું હોવાની બાતમીના આધારે દરોડો પાડયો હતો. જયાં તલાશી દરમિયાન સ્થળ પરથી વિદેશી દારૂની ૨૧૬ બોટલ કિંમત રૂ.૩,૦૨,૪૦૦ અને બિયરના ૮૪૦ ટીન કિંમત રૂ.૧,૮૪,૮૦૦ મળી આવતા પોલીસે અજય જેન્તીભાઇ ચુડાસમા (રહે.વડવા,ચાવડીગેટ,ભાવનગર)ને ઝડપી લીધો હતો. પોલીસ પૂછપરછમાં નરેશ મનુભાઈ શાહના કહેવાથી મકાનમાં દારૂનો જથ્થો રાખી વેચાણ કરતો હોવાની કબૂલાત કરતાં નિલમબાગ પોલીસે દારૂ, બિયરના ટીન મળી કુલ રૂ.૬,૪૩,૨૦૦ના મુદામાલ સાથે અજયની ધરપકડ કરી બન્ને ઈસમ વિરૂદ્ધ નિલમબાગ પોલીસ મથકમાં ગુનો નોંધ્યો હતો.